Abtak Media Google News

શહેર પોલીસ તથા આર.ટી.ઓ કચેરી રાજકોટ આયોજીત ૩૧મું રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ

રાજકોટ સમગ્ર ભારત માં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુ થી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે.જેના અંતર્ગત રાજકોટ શહેર પોલીસ તથા આર.ટી.ઓ કચેરી રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે ૩૧મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનું આયોજન પોલીસ હેડ ક્વાર્ટર , તાલીમ ભવન – રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલએ કાર્યક્રમ માં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે હાલ ૨૦૨૦ માં ભારત વિશ્વનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ બની ગયો છે. તો દેશના નવ યુવાનો માં માર્ગ અને વાહન વ્યહાર ની સમજ કેળવે, લાયસન્સ વગર વાહન ન ચલાવે.આ ઉપરાંત ઉતરાયણના પર્વ માં ટુ-વહીલર આગળ ફેમ લગાવવાનું સૂચન કર્યું હતું.

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખુર્શીદ અહેમદ, આર.ટી.ઓ ઓફિસર શ્રી પી. બી. લાઠીયા, અને નિવૃત આર.ટી.ઓ અધિકારી શ્રી જે.વી. શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આર.ટી.ઓ ઓફિસર શ્રી પી. બી, લાઠીયા એ જણાવ્યું હતું કે હાલ ૩૧ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી થઈ રહી છે જે છેલ્લા ૩૦ વર્ષ થી કરવામાં આવે છે. ભારત નું ભવિષ્ય એ આજના યુવાનો છે અને તેમના માં માર્ગ સલામતી અંગે ની સમજણ કેળવાઈ તે હેતું થી આ આયોજન કરવામાં આવે છે.

આ ઉપરાંત વિવિધ શાળાઓ તથા વિવિધ ડ્રાયવીંગ સ્કૂલોમાં પણ આ અંગેની તાલીમ આપવામાં આવે છે. ટ્રાફિક અંગે ની જાગૃતિ કેળવવા નિવૃત આર.ટી.ઓ અધિકારી  શ્રી જે.વી. શાહ એ જણાવ્યું હતું કે હેલ્મેટ ના કારણે વધુ ને વધુ માર્ગ અકસ્માત અટકે છે. આ ઉપરાંત એમ-પરિવહન અને ડિજિલોકર જેવી વેબ એપ્લિકેશન ની માહિતી આપી હતી જેના માધ્યમ થી કોઈ પણ નાગરિક પોતાના ડોક્યુમેન્ટ ને ડિજિટલ સ્વરૂપે સાચવી શકે છે.

કાર્યક્રમ ના અંત માં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીને ઉત્તરાયણ નીમીતે માર્ગ સલામતીનો સંદેશ આપતી પતંગ નું વિતરણ કરાયુ  હતું આ પતંગ માં  “એક ભૂલ કરે નુકસાન, છીનવી લે છે ખુશીઓને મુસ્કાન” જેવા ટ્રાફિક અંગે લોક જાગૃતિ ફેલાવતા વિવિધ સૂત્રો લખવામાં આવ્યા છે. આ પતંગ જ્યાં પણ જશે ત્યાં ત્યાં ટ્રાફિક અંગે ની લોક જાગૃતી ફેલાશે. કાર્યક્રમ ના અંત માં પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા ટ્રાફિક જાગૃતતા રેલી નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં સીટી પોલીસના ૧૭૫ જેટલા પોલીસકર્મીએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.