Abtak Media Google News

કિલ્લામાં ઠેર-ઠેર ગાબડા પડયા અને કાંગરા ખર્યા

વઢવાણમાં ઐતિહાસિક વિરાસતો વેરાન બની છે.વઢવાણની ફરતે 2614 મીટર લાંબો અને 3 મીટર જાડો કિલ્લો ઠેર ઠેર તુટી રહયો છે.જયારે ઐતિહાસિક કિલ્લાના અમર વારસાની યાદ અપાવતા રાણકદેવી મંદિર, વાવો અને હવામહેલની જાળવણી ન થતાં વારસો પોતે જ ઇતિહાસ બની જાય તેમ છે.

વઢવાણ શહેરનો કિલ્લો (ગઢ) રાજધાની ના કિલ્લા તરીકે ઇ.સ.1084માં ચણાયો હતો.વઢવાણ શહેર વિષમ લંબચોરસ આકારમાં પથરાયેલું હોઇ અહીં સાત દરવાજા અને એક બારી આવેલી છે.વઢવાણના કિલ્લાની કુલ લંબાઇ આશરે 2614 મીટર છે. આ કિલ્લાની દિવાલનો પાયો આશરે 7થી8 મીટર ઉંડો છે.આ કિલ્લાની દિવાલની જાડાઇ 3 મીટર છે.આ કિલ્લા ઉપર રણગાડી, તોપગાડી અને માલસામાન ની હેરફેર થઇ શકે તેવો રસ્તો છે.

વઢવાણના ઐતિહાસિક કિલ્લા ઉપર કુલ 7 કોઠા બનાવવામાં આવ્યા છે. દરેક કોઠો 11 મીટરની પહોળાઇ ધરાવે છે. દરેક કોઠા ઉપર તોપો રાખવામાં આવતી હતી.જે અનેક આક્રમણો અને બંદુકોની સામે પણ અડીખમ છે.આ અંગે વઢવાણ અસ્મિતા મંચના આગેવાનોએ જણાવ્યુ કે વઢવાણનો જાજરમાન એૈતિહાસિક ગઢ વઢવાણવાસીઓ માટે માતાની ગોદ જેટલો વ્હાલો છે. આ ગઢ હાલ ઠેર ઠેર તુટી ગયો છે. ધોળીપોળ, બારી રોડ, ખાંડીપોળ વિસ્તારમાં ગઢના કાંગરાખર્યા છે. વઢવાણના કિલ્લાની કોઇ સારસંભાળ કે જાળવણી ન થતાં હવે ગઢ મ્રુતપાય હાલતમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.