Abtak Media Google News

રાજ્ય સરકાર ખેડૂતોના લાભાર્થે અનેક મહત્વના નિર્ણયો કરી રહી છે: કુંવરજી બાવળીયા

રાજયના પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને જસદણની પ્રાંત કચેરી ખાતે જસદણ તાલુકાના ખેડૂતોને રૂ.૧.૬૦ કરોડની અછતગ્રસ્ત કૃષિ ઇનપુટ સહાય આપવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે ખેડૂતોને સહાય કરવા જસદણ તાલુકાના ખેડૂતો માટે રૂ. ૨૮ કરોડ ફાળવ્યા છે. ખેડૂતોની સમસ્યાને જાણી ખેડૂતો માટે કામ કરતી સરકાર છે. હવે ધાસચારા માટેની સહાયનો પણ નિર્ણય સરકારમાં કરાયો છે. ખેડૂતોને પાક વિમાની રકમ પણ સમયસર ચૂકવાશે. અમે સરકારમાં ખેડૂતોના પ્રતિનિધિ તરીકેના નિર્ણયો કરી રહયા છીએ. રાજય સરકાર ખેડૂતોના લાભાર્થે અનેક મહત્વના પગલા ભરી રહી છે.Min 0

શ્યામા પ્રસાદ મુખરજી અર્બન પ્રોજેકટ હેઠળ જસદણ તાલુકાના પાંચ ગામો માટે સરકાર દ્રારા રૂ.૧૩૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમ મંત્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે “બેટી બચાવો બેટી પઢાવો જન જાગૃતિ અર્થે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણીના ઉપક્રમે મહિલા સંમેલન પણ યોજાયું હતું. જે અંગે મંત્રીએ કહ્યું હતું કે, દીકરીઓનો જન્મ દર વધે અને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ લેતી થાય તે માટે આપણે સૌ જાગૃત થવું જરૂરી છે.

પ્રાંત અધિકારી ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેસભાઇ હિરપરા, સરપંચ ધીરૂભાઇ રામાણી, તાલુકા વિકાસ અધિકારી બેલીમ, વિસ્તરણ અધિકારી મમતાબેન ચૌહાણ, સુપરવાઇઝર ઇલાબેન વાળા, અગ્રણી રમાબેન મકવાણા, દામજીભાઇ રામાણી, મનસુખભાઇ જાદવ,  પ્રતાપભાઇ ધાધલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.