Abtak Media Google News

જ્યુબિલી ગાર્ડન ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૨૨૫૭૦૭ અને ૦૨૮૧-૨૨૨૮૭૪૧) અને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ શરૂ

અરબી સમુદ્રમાં ઉદભવેલા અને  આજે અત્યારે સૌરાષ્ટ્રના સાગર તટીય ગામોમાં જેની અસર વર્તાવા લાગી છે તે “વાયુ” નામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં થનારી સંભવિત અસરો સામે આવશ્યક પગલાંઓ લેવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને સંપૂર્ણ “એલર્ટ” કરી મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાની ખુદ અને વરિષ્ઠ અધિકારીઓની ટીમો આજ સવારથી જ શહેરના ત્રણેય ઝોનમાં ફિલ્ડ વર્ક માટે ફરી રહેલ છે.  આજ સવારથી જ ત્રણેય ઝોનમાં નાયબ કમિશનરશ્રીઓ દ્વારા વોર્ડ ઓફિસર, વોર્ડ એન્જિનિયર, ટેક્સ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેકટરની બનેલી કુલ ૧૮ ટીમો મારફત તમામ વોર્ડમાં સતત રાઉન્ડ લેવામાં આવી રહયા છે. મહાનગરપાલિકાની મેગા ડ્રાઈવ વિશે માહિતી આપતા મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, ગઈકાલથી આજ સુધીમાં ૩૦૦થી વધુ હોર્ડીંગ્ઝ ઉતરાવી લેવાયા છે. જ્યારે અકસ્માત સર્જે તેવી ભીતિ ધરાવતા ૯૦ જેટલા વ્રુક્ષો ટ્રીમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ ઝુંપડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવેલ છે. સાથોસાથ અધિકારીઓની વિવિધ ટીમોએ ત્રણેય ઝોનમાં ચાલતા મોટા બાંધકામોની ૨૧ સાઈટ તાકીદે હાલતુર્ત બંધ કરાવી કુલ ૫૫૦ મજુર ભાઈ-બહેનોને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવામાં આવેલ છે. જેના વેસ્ટ ઝોનમાં ૯ સાઈટ પરથી ૩૪૦ મજુરો, સેન્ટ્રલ ઝોનની ૭ સાઈટ પરથી ૭૦ મજુરો અને ઈસ્ટ ઝોનની ૫ સાઈટ પરથી ૪૦ મજૂરોનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા શહેરના તમામ સ્લમ વિસ્તાર કવર કરી લઇ જાનમાલની સુરક્ષા અને સલામતીની સ્થિતિની સ્થળ પર જ સમીક્ષા કરી આવશ્યક પગલાંઓ લઇ રહી છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “આઈ-વે પ્રોજેક્ટ”ના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)ની મદદથી સમગ્ર શહેરની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં ક્યાંય પણ મહાનગરપાલિકાની મદદની આવશ્યકતા ઉભી થશે ત્યાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત્ત કરી દીધા છે જેથી કરીને કોઇપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકો તુર્ત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે. મ્યુનિ. કમિશનરશ્રીએ જ્યુબિલી ગાર્ડન ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૨૨૫૭૦૭, અને ૦૨૮૧-૨૨૨૮૭૪૧) અને ફાયર  ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૦૨૮૧-૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ કાર્યરત્ત કરી દીધા છે અને ત્યાં નોંધાતી ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા તાકિદ કરી છે.

3025-Migration-Of-People-197-Dangerous-Hurding-Deposed
3025-migration-of-people-197-dangerous-hurding-deposed

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ પણ કહ્યું હતું કે, કંટ્રોલ રૂમની સાથોસાથ ક શહેરની તમામ વોર્ડ ઓફિસો અને ઝોન ઓફિસો ચોવીસે કલાક ખુલ્લી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. જે તે ઝોનમાં ઓછામાં ઓછા સમયમાં સિટી બસ ઉપલબ્ધ બની શકે. આ ઉપરાંત વોટર વર્કસ શાખાને કલોરીનની ટેબ્લેટનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રાખવા તથા આરોગ્ય શાખાએ આવશ્યક દવાઓ અને મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવેલ છે. વધુ વરસાદ થાય તો તેવા સંજોગોમાં જ્યાં ક્યાંયથી પણ ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની ફરિયાદ આવે તો તેનો તાત્કાલિક નિકાલ લાવવા સ્ટાફ અને સાધનો તૈયાર રાખવા સુચના આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.