Abtak Media Google News

કાઠિયાવાડી મહેમાન ગતિ માણવાનો આનંદ મેળવી નિંદામણ કેમ કરવું તે પણ શીખ્યા !!

વાંકાનેરના નાના એવા પંચાશીયા ગામે રહેતા મોમીન પરિવારને ત્યાં ફ્રાન્સના બે તરવારીયા યુવાનો મહેમાન બન્યા હતા અને અસ્સલ કાઠિયાવાડી મહેમાનગતિ માણવાની સાથે સાથે ફ્રાન્સના બન્ને મહેમાનોએ પરંપરાગત ખેતીવાડી કરવાનો અનુભવ મેળવવા નિંદામણ કરવા પણ હાથ અજમાવ્યો હતો.

મોયુન અયુબભાઇ શેરસિયા પંચાસીયા ગામના રહેવાસી છે તેમનો પરિવાર આ ગામમાં પોલીસ પટેલના પરિવાર તરીકે ઓળખ ધરાવે છે. હાલ મોયુન રાજકોટની મારવાડી કોલેજમાં મિકેનીકલ એન્જીનિયરીંગમાં અભ્યાસ કરે છે અને અભ્યાસ દરમિયાન ધણા આંતરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લઇ ચુક્યા છે.

ગતવર્ષે અભ્યાસના ભાગરૂપે તેઓ પોલેન્ડના વ્રોત્સ્લાવ શહેર માં ૬ અઠવાડીયા જવાનું થયેલું એ પ્રોગ્રામમાં જુદા જુદા દેશના વિધાર્થીઓ હોવાથી અલગ અલગ દેશના વિધાર્થીઓ ત્યાં મળેલા તે દરમીયાન તેઓની મુલાકાત ફ્રાન્સના  રેમી એન્જર અને આરીફ સાથે થયેલી અને તેઓની સાથે મિત્રતા થયેલ મોયુન આરીફ અને રેમી ત્રણે લોકો એકરૂમમાં સાથે રહેતા હતા. ત્યા પોલેન્ડની યુનિર્વસીટીની હોસ્ટેલમાં તેઓ દોઢ મહીના સુધી સાથે ભણ્યા અને ફર્યા હતા એ સમય તેઓ માટે યાદગાર બની ગયો હતો અને એક દિવસ ફરી મળવાંના વચન સાથે તેવો દોઢ મહીના પછી છુટા પડ્યા હતા.

Img 20180709 Wa0027દરમિયાન મોયુનના મિત્રો પંચાસીયા આવવાના હતા તે અગાઉ જ લગભગ દોઢ મહીના પહેલા તેમણે ફ્રાન્સથી મોયુનને ફોન કરી ભારતની ખેતી અને ગામડુ જોવા જાણવા અને સમજવા માટે ભારત આવવા માટેનો વિચાર મુક્યો હતો આ વિચાર મોયુનને પણ પસંદ આવ્યો પછી મોયુને તેમના પરિવાર સાથે વાતચીત કરી. અને પરિવારે સહમતી મળતા, મોયુનના મિત્રો રેમી એન્જર અને તેવોના રૂમ પાર્ટનર ગ્રેબ્રિયેલ ભારત આવવા માટે તૈયાર થયા તેના ખાસ મિત્ર આરીફ કોઈ કારણોસર ન આવી શકેલ. તેવોને લેવા માટે મોયુન  અમદાવાદ અરપોર્ટ પર ગયો આમ આ બન્ને ફ્રાન્સના મિત્રો પંચાસીયા આવી પહોચ્યા હતા.

ફ્રાન્સના આ મિત્રોએ એક દિવસ આરામ કરીને બીજા દિવસે ખેતર જવા માગતા હતા કેમ કે તેમને ખેતી કરીને ભારતની ખેતી જાણવી હતી. વાડીએ પહોંચીને થોડી પ્રાથમિક ચર્ચા કરી તેઓ ખેતી કાર્ય પદ્ધતિ સમજી અને ખેતીનું કામ કરવાની શરૂઆત કરી. હાલ ખેતીમાં કપાસમાં ખાલા ચોપવાનું અને નિદવાનું કામ ચાલે છે, જે આ મિત્રો ખૂબ સારી રીતે કરતા શીખી ગયા ખેતીનું કામ ક્યારેય કરેલ ન હોવા છતાં ખૂબ કાળજી પૂર્વક કામ કરતા બધાને ખબર પડતાં બધા મળવા દોડી આવ્યા અને ગામમાં પણ વિદેશી મહેમાનોને કામ કરતા જોઈ લોકો અચરજ પામ્યા હતા.

ફ્રાન્સના આ મહેમાનો ભારતીય ગામડાની રહેણી કરણી વગેરે બધું જાણવા માંગતા હતા જેથી ગામમાં અમુક લોકોના ઘરોની મુલાકાત પણ લીધી હતી અને લોકો સાથે દુભાસીયા દ્વારા વાતચીત પણ કરી હતી. તેઅો આપણા ખોરાક સાથે પણ ખૂબ સારી રીતે સેટ થઈ ગયા પરંતુ તેઓ ઓછું તેલ, મરચું વાળું ભરતી ભોજન પસંદ કરે છે, તેઓને ભારતીય રોટલી ખૂબ પસંદ પડી તેમને તેમના અનુભવ વિશે પૂછતાં તેઓને ભરતીયનો આવકાર આપનાર અને મિત્રતા વાળા લાગ્યા. અને જે ઘરે આવ્યા છે તેમના વિશે પૂછતાં તેવો એ કહ્યું કે અમે ઘરથી દૂર હોવા છતાં ઘરથી દૂર નથી લાગતું.

વાંકાનેરના પંચાસિયા ગામમાં વિદેશી યુવાનો મહેમાન બન્યા તે કદાચ પ્રથમ ઘટના હશે અને દોસ્તીને કોઈ સરહદ ના સીમાડા નડતા નથી. દોસ્તને મળવા માટે સાત સમંદર પાર કરીને આવે એને જ દોસ્તી કહેવાય તેવું મોયુનભાઈ શેરસિયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.