Abtak Media Google News

માળિયાના ખાખરેચી ગામના ખેડૂતે રૂ. ૧૩,૫૦૦ જમા કરાવ્યાને બીજે જ દિવસે ભેજાબાજોએ આ નાણા ઉપાડી લીધા

મોરબી : મોરબી જિલ્લામાં જાણ બહાર એટીએમ કાર્ડની ચીપને આધારે થતા ફ્રોડનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં માળિયાના ખાખરેચી ગામના એક ખેડૂતે તેમના ખાતામાં રમ ૧૩,૫૦૦ જમા કરાવ્યા બાદ બીજે જ દિવસે ભેજાબાજોએ આ પૈસા ઉપાડી લીધા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામના ખેડૂત ભીખાલાલ ચતુરભાઈ ઉનાલિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવે છે. તેઓએ બેંકના ખાતામાં રમ ૧૩,૫૦૦ જમા કરાવ્યા હતા. જમા કરાવ્યાને બીજે જ દિવસે તેમની જાણ બહાર આ પૈસા બેંકના ખાતામાંથી ઉપડી ગયા હતા. આ મામલે ખેડૂતે બેંકના મેનેજરને પણ રજુઆત કરી છે.

એટીએમ કાર્ડની ચીપના આધારે ખેડૂતના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ પણ મોરબી જિલ્લાના અનેક લોકો એટીએમ કાર્ડની ચીપની કોપીના આધારે થતા ફ્રોડનો શિકાર બન્યા છે. આ ફ્રોડના બનાવો અવાર નવાર સામે આવી રહ્યા છે.

હજી વધુ એટીએમ કાર્ડ ધારકો આ ફ્રોડનો શિકાર બને તે પૂર્વે આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.