Abtak Media Google News

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી રાજપીપલા હાઇવે પર કારમા આગ લાગી હતક  ચાલકની જાગૃતતાથી તેમાં રહેલ લોકોને તાત્કાલિક બહાર કાઢી ભાગતા જીવ બચી ગયો હતો આ બનાવમાં કોઈ જાનહાની થઇ નથી ગાડી સમયની મિનિટોમાં બળીને ખાક થઇ ગઈ હતી

મળતી માહિતી મુજબ બોડેલીમાં છોટાઉદેપુર રોડ પર વિશ્વકર્મા મોટર્સ નામનું ગેરેજ ચલાવતા કોસીંદ્રાના વતની વાસુદેવભાઇ પંચાલ દરરોજના નિત્યક્રમ મુજબ કોસીંદ્રાથી પોતાની ફોરવીલર ગાડી લઈને સવારે ૮:૩૦ કલાકે તેમના મિત્ર સાથે નીકળ્યા હતા તાંદલજા ગામ પાસેના વળાંક પર વાસુદેવભાઈને કંઈક બળતું હોવાની ગંધ આવતા તેમને ગાડી રોડની બાજુમાં કરી હતી અને ગાડીમાં રહેલ જરૂરી કાગળો કાઢી તેમના મિત્ર સાથે દૂર ભાગી બોડેલી ફાયર વિભાગને જાણ કરી હતી નજીકમાં તાંદલજા ગામના સબંધીઓને ફોન કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ગાડી સીએનજી ગેસકિટવાળી હોવાથી બધા દૂર રહ્યા હતા અને રસ્તા પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો ફાયર વિભાગ આવતા સુધીમાં ગાડી બળીને ખાક થઇ ગઈ હતી આ બનાવની જાણ બોડેલી પોલીસને કરતા તેઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી જોકે આ બનાવમાં કોઈને જાનહાની કે ઇજા પહોંચી ન હતી કાર મા આગ લાગતા   બોડેલી-કોસીંદ્રા હાઇવે પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.