Abtak Media Google News

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે: બોર્ડના વિદ્યાર્થીઓમાં આતુરતા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સ ચોા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ યા બાદ પરિણામને લગતી કાર્યવાહી હા ધરવામાં આવી હતી. જેમાં સાયન્સનું પરિણામ મે માસના અંત સુધીમાં જાહેર કરવાનું બોર્ડનું આયોજન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સંભવત ૨૫ મે આસપાસ બોર્ડ દ્વારા સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ વખતે પરીક્ષા મોડી શરૂ ઈ હોવાી પરિણામ એક સપ્તાહ જેટલું મોડું જાહેર શે તેમ જણાઈ રહ્યું છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રમ સપ્તાહમાં અને ધોરણ-૧૦નું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં જાહેર કરવાનું આયોજન છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ૧૫ માર્ચી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સ ચોા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ યા બાદ તરત જ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં મોટાભાગની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ વાના આરે છે. આગામી એક સપ્તાહમાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી દેવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જેી મે માસની શરૂઆતી બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડ દ્વારા દરવર્ષની પરંપરા મુજબ આ વખતે પણ સાયન્સ ચોા સેમેસ્ટરનું પરિણામ સૌી પહેલા જાહેર કરવાનું આયોજન કરાયું છે. સાયન્સ ચોા સેમેસ્ટરનું પરિણામ મે માસના અંતિમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૫ મેની આસપાસ બોર્ડ દ્વારા સાયન્સનું પરિણામ જાહેર કરવાનું નક્કી કરાયું છે. ગતવર્ષે ૧૭ મેના રોજ બોર્ડ દ્વારા સાયન્સનુ પરિણામ જાહેર કરાયું હતું. પરંતુ આ વખતે પરીક્ષા એક સપ્તાહ મોડી શરૂ ઈ હોવાી પરિણામ પણ એક સપ્તાહ મોડું જાહેર શે તેમ જાણવા મળે છે.

સાયન્સના પરિણામ જાહેર કરાયા બાદ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન માસના પ્રમ સપ્તાહમાં જાહેર કરાય તેવી શક્યતા છે. સંભવત ૨ જૂનની આસપાસ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવાશે. જ્યારે ધોરણ-૧૦નું પરિણામ બોર્ડ દ્વારા ૮ જૂન આસપાસ જાહેર કરવાનું આયોજન કરાયું છે. જોકે, બોર્ડ દ્વારા પરિણામને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી ની. પરંતુ પરિણામને લગતી તમામ કાર્યવાહી પૂર્ણ ઈ ગયા બાદ બોર્ડ દ્વારા પરિણામની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.