Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી માં આજરોજ લાયન્સ કલબ દ્વારા ઓનેસટી  (પ્રમાણિકતા)શોપ નું આયોજન ધોરાજી નાં સ્ટેશન રોડ પ્રવાસી ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું દર વર્ષ ની જેમ આ વખતે પણ લાયન્સ કલબ દ્વારા ઓનેસટી શોપ નું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થી ઓ બાળ પણ થી પ્રમાણિકતા નાં પાઠ સીખે તેમજ ખરાબ પ્રવૃતિ ન પ્રવેશે અને વિદ્યાર્થી ઓ પ્રમાણિકતા થી રહે અને ખરીદી કરી શકે તેવાં હેતું થી આ ધોરાજી લાયન્સ કલબ દ્વારા ઓનેસટી (પ્રમાણિકતા) શોપ નું આયોજન કરાયું હતું.

આ ઓનેસટી  શોપ માં શિક્ષણ ને લગતી આઈટમો જેમાં બોલપેન , પાટીયા , કંપાસ તેવી અનેક ચીજવસ્તુઓ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થી ઓએ પ્રમાણિકતા પૂર્વક શોપ માં થી ખરીદી કરી અને પોતાએ જ જેટલી ખરીદી કરી હતી તેટલાં રૂપિયા ડબ્બા મા નાખી ને પ્રમાણિકતા ના ગુણ સાથે ઓનેસટી શોપ માંથી ખરીદી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.