Abtak Media Google News

ઈટાલીમાં 14 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરનાં કોંકણી વિધિથી લગ્ન થઈ ગયા છે. કોંકણી વિધિ પ્રમાણે, દીપિકા તથા રણવિરે ચાર ફેરા ફર્યાં હતાં. લગ્નવિધિ ભારતીય સમય પ્રમાણે, ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. ભારતીય સમય પ્રમાણે અઢી વાગે મહેમાનો યૉટથી Villa del Balbianelloમાં આવવાની શરૂઆત કરી હતી. દીપિકા લગ્ન સમયે વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી. Villa del Balbianelloને આઠ હજાર સફેદ ગુલાબના ફૂલોથી સજાવવામાં આવ્યો છે.

ઈટાલીના લેક કોમોમાં આવેલા Villa del Balbianelloમાં ભારતીય સમય પ્રમાણે, ત્રણ વાગે લગ્નનાં મંત્રોચ્ચાર શરૂ થયા હતાં. મંત્રોચ્ચાર વિલાની બહાર સુધી સંભળાતા હતાં.Villa del Balbianelloમાં ભારતીય લગ્ન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.