Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ 2018-19 માટે અવોર્ડની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીને મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે સર ગારફીલ્ડ સોબર્સ અવોર્ડ મળ્યો છે. તેને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે સતત બીજા વર્ષે વનડે ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે. કોહલીને આઈસીસીની ટેસ્ટ અને વન-ડે ટીમના કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યો છે.

કોહલી અને જસપ્રીત બુમરાહને ટેસ્ટ અને વન-ડે, બંને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જ્યારે ઋષભ પંતને વિકેટ કિપર તરીકે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે સાથે જ આઈસીસી મેન્સ ઈમરજિંગ ક્રિકેટર ઓફ ધ યરનો અવોર્ડ પણ મળ્યો છે. ઓપનર રોહિત શર્મા અને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને વન-ડે ટીમમાં લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.