Abtak Media Google News

આગામી લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને મોદી સરકાર ગરીબ અને મઘ્યમ વર્ગ માટે અનેક  રાહતો, યોજનાઓની જાહેરાત કરે તેવી સંભાવના

 

વર્તમાન ૧૬મી લોકસભામાં મોદી સરકારના છેલ્લા બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજથી ૧૩ ફેબ્રુઆરી સુધી આવનારા આ બજેટ સત્રમાં ૧૦ દિવસ કામકાજ થવાની સંભાવના છે. જેનો પ્રારંભ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બન્ને ગૃહોની સંયુકત બેઠકને સંબોધનથી થયો હતો. જેમાં આવતીકાલે મોદી સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજુ કરવામાં આવનારું છે. લોકસભાની ચુંટણી પહેલાનું આ બજેટમાં મતદારોને આકર્ષવા લોક લુભાવન અનેક જાહેરાતો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ચુંટણી પહેલા ગરીબોને આકર્ષવા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ કવાયત હાથ ધરીને વચનોની છુટ્ટી લ્હાણી કરવા લાગ્યા છે. જેથી આ બજેટમાં મોદી સરકાર ગરીબો માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરે તેવી સંભાવનાઓ વ્યકત થઇ છે. જયારે નોટબંધી, જીએસટી વગેરે

જેવા મોદી સરકારના આકરા પગલાના કારણે મઘ્યમ વર્ગની આર્થિક કમર તુટી ગઇ છે. જેનો પર મલમ લગાવવા માટે મઘ્યમ વર્ગ માટે ઇન્કમટેકસમાં રાહત આપે તેવી સંભાવના છે. ઉપરાંત ઉઘોગોમાં થયેલા વિકાસને વધુ વેરા આપવા માટે પણ મોદી સરકાર અનેક નવી રાહતો અને યોજનાઓની જાહેરાત કરે તેવી શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીના સક્રિય થવાના કારણે ભાજપ માટે એક નવો પડકાર ઉભો થયો છે. જેથી મોદી સરકાર આ મુદ્દે પણ આયોજન પૂર્વક ચાલીને પ્રિયંકા ઇફેકટ ને વિવિધ વર્ગો માટે વિશેષ લાભો આપીને કેવી રીતે હળવી બનાવી શકાય તેવી પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉપરાંત બજેટ સત્ર દરમ્યાન વિપક્ષોને મોદી સરકાર પર પ્રહાર કરવાની એકપણ મુદ્દા પર તક ના મળે તે માટેની વ્યુહરચના મોદી સરકારે ધડી કાઢી છે. આ બજેટમાં અનેક એવી જોગવાઇઓ કરવામાં આવનારી છે. જેનો કોંગ્રેસ સહિતના વિપક્ષો આર્થિક રીતે પછાત સર્વણોને અનામતની જેમ વિરોધ ન કરી શકે તેવી યોજનાઓ બનાવવામાં આવી છે. હાલમાં રાફેલ વિમાન ખરીદીમાં ભારે ભ્રષ્ટાચાર થયાના રાહુલના આક્ષેપોનો સામનો કરી રહેલી મોદી સરકાર બજેટ સત્ર દરમ્યાન આ મુદ્દે કેગનો રીપોર્ટ રજુ કરીને ચૂંટણી પહેલા તેમના આક્ષેપોની હવા કાઢી નાખવાની વિચારણા કરી રહી છે. થોડા સમય પહેલા એવી ચર્ચા ચાલતી હતી કે મોદી સરકાર પરંપરા તોડીને નિયમિત બજેટ રજુ કરશે. પરંતુ હવે વચગાળાનું બજેટ રજુ કરીને આ પરંપરાને જાળવી રાખી છે. બજેટ સત્ર સુચારુ રીતે ચાલે તે માટે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને સર્વપક્ષીય બેઠક બોલાવીને સહયોગ આપવા વિનંતી કરી હતી. જો કે વિવિધ મુદ્દાઓ પર લોકસભા અને રાજય સરકારમાં ઉગ્ર ચર્ચા વિચારણા થવાની સંભવના વ્યકત થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.