Abtak Media Google News

બાકી રકમની ઉઘરાણી કરવા ગયેલા પ્રૌઢને પાણીમાં ઝેર પીવડાવી સામાન લઈ ગરાસીયા શખ્સ ફરાર

જૂનાગઢ શહેરમાં સ્ક્રીમના બાકી નિકળતી રકમની ઉઘરાણી કરવા ગયેલા સિંધી યુવકને પાણીમાં ઝેરી દવા પીવડાવી ગરાસીયા શખ્સ નાશી છૂટયાની સી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ શહેરના અશોક બેકરી વાળી ગલીમા રહેતા પરમાણંદ તોપણદાસ વઢવા નામના સિંધી પ્રૌઢને મહેન્દ્રસિંહ રણજીતસિંહ નામના શખ્સે પાણીમાં ઝેરી દવા પીવડાવી નાશી ગયાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતુ.

પોલીસની પ્રાથમિક તપાસમાં પરમાણંદ સિંધીએ મહેન્દ્રસિંહની ડ્રોની સ્ક્રીમમાં રોકાણ કર્યુ હતુ જેના બાકી નીકળતી રકમ લેવા પરમાણંદ મહેન્દ્રસિંહના ઘરે ગયેલો ત્યારે મહેન્દ્રસિંહ પોતાના ઘણનો સામાન વાહનમાં ભરતા હતા ત્યારે પરમાણંદએ સામાન નહી ભરવા અને બાકી રકમ ચૂકવવા કહેલું ત્યારે મહેન્દ્રસિંહએ પરમાણંદ સિંધીને પાણીમાં ઝેર પીવડાવી બેભાન કરી સામાન લઈ રફૂચકકર થઈ ગયા હતા.

પોલીસે મહેન્દ્રસિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ એસ.એ. ગોડ તપાસ ચલાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.