Abtak Media Google News

૧૬ સિરામિક ફેક્ટરી સામે ૧૭.૭૬ ની ટેક્સચોરીની ફરિયાદ

મોરબીની ૧૬ સિરામિક ફેક્ટરી દ્વારા રાજ્ય સરકારને વેરો ના ભરીને કુલ વેરાની રકમ ૧૭.૭૬ કરોડની છેતરપીંડી કરવામાં આવી હોય જે ટેક્સ ચોરી તેમજ છેતરપીંડી અને બોગસ ડોક્યુમેન્ટ સહિતના ગુન્હા અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રાજકોટના વેરા કમિશ્નર વિનોદ મકવાણાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી રાજન ટાઈલ્સ, લેરીક્સ સિરામિક, ઓમકાર સિરામિક, વિનસેત સિરામિક હેસ્ટન સિરામિક, ડેલફાઈન સિરામિક, લેવોર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોલ્ગાસ સિરામિક, કલાસીસ સિરામિક, કુમકુમ સિરામિક, સેલોની સિરામિક, સેમ્સ સિરામિક, ક્રિષ્ના સિરામિક, કેરોન સિરામિક, મોસ્કો સિરામિક કંપનીના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

જે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ સિરામિક એકમના માલિકોએ સરકારનો વેરો નહિ ભરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરૂ રચી ખોટી વેપારી પેઢી બનાવી ખોટી પેઢીના નામનું ઈમેલ આઈડી બનાવી તેમજ ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ અપલોડ કરીને ફરિયાદીની ઓફીસ ખાતેથી જીએસટી નંબર મેળવી તેના આધારે કુલ ૩૮૫૨ બીલ જનરેટ કરી તેમજ સાહેદ બી પી ત્રિવેદીએ કરેલ પ્રાથમિક તપાસમાં આરોપીએ ડોક્યુમેન્ટના પુરાવા કોઈ વ્યક્તિએ યેનકેન પ્રકારે મેળવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ અન્ય આરોપીઓની તપાસ કરતા નહિ મળી આવતા તમામ આરોપીઓએ અઠાણું કરોડ ત્રણ લાખ સીતાવીસ હજાર ચારસો બેતાલીસની એસ એસ્સ વેલ્યુના ઈ વે બીલ જનરેટ કરી જીએસટી રૂ.૭૧,૨૬,૩૪૭ તથા એસજીએસટી ૭૧,૭૬, ૩૪૮ તેમજ યુજીએસટી રૂ. ૧૬,૩૩,૫૭, ૮૭૧ મળી કુલ વેરો રૂ.૧૭,૭૬,૬૦,૫૫૬ સરકારમાં નહિ ભરી સરકારને વચન આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે ફરિયાદવધુ તપાસ એસઓજી ટીમ ચલાવી રહી છે

૫ થી ૧૦ હજારમાં મેળવ્યા ડોક્યુમેન્ટ, બોગસ કંપની બનાવી 

કરોડોની છેતરપીંડી મામલે જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે આરોપીઓએ ગરીબ લોકોને ૫ થી ૧૦ હજાર રૂપિયા આપીને તેના ઓળખપત્ર તેમજ અન્ય ડોક્યુમેન્ટ મેળવીને બોગસ ૧૬ કંપની બનાવાઈ હતી જેમાં કોઈ ફીઝીકલ ટ્રાન્ઝેકશન થયા જ નથી અને કરોડોના ઈ વે બીલો બનાવી છેતરપીંડી આચરવામાં આવી છે

૧૬ બોગસ કંપની દ્વારા ૩૮૫૨ ઈ વે બીલ જનરેટ

આરોપીઓએ ૧૬ બોગસ કંપનીના જીએસટી નંબર મેળવી ૩૮૫૨ ઈ વે બીલ જનરેટ કર્યા છે જે બીલોની કુલ રકમ નો આંક ૯૮ કરોડને પાર કરી જાય છે જે મામલે પોલીસના જણાવ્યા અનુસાર ઓળખપત્ર અને ડોક્યુમેન્ટને આધારે આરોપીની ઓળખ કરીને આગામી ત્રણથી ચાર દિવસમાં આરોપીઓની ધરપકડનો સિલસિલો શરુ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.