Abtak Media Google News

ગરીબ લોકોને ભોળવી ડોક્યુમેન્ટ મેળવી લઈ ૧૬ બોગસ સિરામિક પેઢી ઉભી કરીને બનાવ્યા હતા રૂ. ૯૮ કરોડના કબૂતર બિલો

મોરબીમાં ૧૬ જેટલી બોગસ સિરામિક પેઢી ઉભી કરી સતર કરોડથી વધુની જીએસટી ચોરી કરવા પ્રકરણમાં ગઈકાલે એસઓજી ટીમે આઠ આરોપીઓને ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.આ આઠેય શખ્સોએ ગરીબ લોકોને ભોળવીને તેની પાસેથી ડોક્યુમેન્ટ લઈને ૧૬ બોગસ પેઢીઓ બનાવીને રૂ. ૯૮ કરોડના કબૂતર બિલો બનાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય વેરા દ્વારા મોરબી પોલીસ વિભાગને ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં સામાન્ય નાગરિકો પાસેથી ડોકયુમેન્ટ તથા ફોટા મેળવી સરકારશ્રીનો વેરો નહિ ભરવાના ઇરાદાથી અગાઉથી ગુનાહિત કાવત્રુ રચી   રાજન ટાઇલ્સ, લેરીકસ સીરામીક,  ઓમકાર સીરામીક, વીનસેન્ટ સીરામીક, હેસ્ટન સીરામીક, ડેલફાઇન સીરામીક, લેવોર્ડ સીરામીક, વીલીયમ સીરામીક, વોલ્ગાસ સીરામીક, ક્લાસિક સીરામીક, કુમકુમ સીરામીક, સેલોની સીરામીક, સેમ્ય સીરામીક, ક્રિષ્ના સીરામીક, કેરોન સીરામીક,  મોસ્કો સીરામીક નામની પેઢી ઉભી કરી સરકાર સાથે સત્તર કરોડથી વધુની ટેક્સ ચોરી કરવામાં આવી હોય ફરિયાદ નોંધવાઈ હતી. વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કે કૌભાંડિયાઓ દ્વારા  સાધારણ નાગરિકને ખોટા બહાના હેઠળ ભોળવી તેમના ડોકયુમેન્ટનો

ઉપયોગ કરી ખોટી પેઢી બનાવી જે ખોટી પેઢીના નામનું ઇ-મેઇલ આઇ.ડી.બનાવી જે ઇ-મેઇલ આઇ.ડી.નો ઉપયોગ કરી તેમના ડોક્યુમેન્ટ તથા ફોટોગ્રાફ અપલોડ કરી તેઓના નામથી જી.એસ.ટી.નંબર મેળવી જે જી.એસ.ટી.નંબર આધારે રૂ. ૯૮ કરોડની રકમના  કુલ ૩૮૫૨ ઇ-વે બીલ કુલ વેરો રૂ.૧૭,૭૬,૬૦,૫૫૬/-(સતર કરોડ છૌતેર લાખ સાઇઠ હજાર પાંચસો છપ્પન) નો સરકારીની તીજોરીમાં નહિ ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુન્હાહિત કાવતરૂ રચીને ઠગાઇ કરી સરકારને આર્થિક નુકશાન પહોચાડી અને સાધારણ માણસોના ડોકયુમેન્ટનો દુર ઉપયોગ કરી ગુનો કર્યો હોવાનું જણાવાયું હતું.

દરમિયાન જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ આ ગુનાની ગંભીરતા જોતા આ ગુનાની તપાસ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ,મોરબીને સોંપવામાં આવેલ હતી જેમાં મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ અને તેમની ટીમ દ્વારા ગુનાના કામના આરોપીઓ (૧) મુસ્તાક અકબરભાઇ જામ ઉવ.૨૮ રહે. માળીયા મીયાણા જી.મોરબી (૨) ગુલામરસુલ હૈદરભાઇ જામ ઉવ.૨૮ રહે. માળીયા મીયાણા જી.મોરબી (૩) કિશન જસાભાઇ કાનગડ ઉવ.૨૬ રહે. જસાપર તા.માળીયા મીયાણા જી.મોરબી (૪) હાર્દિક પ્રફુલભાઇ કટારીયા ઉવ.૨૯ રહે.બોનીપાર્ક, મોરબી (૫) રવિ દિલીપભાઇ ઓઝા ઉવ.૩૦ રહે. મોરબી (૬) વિપુલ ધનજીભાઇ ફુલતરીયા ઉવ.૩૪ રહે. મોરબી (૭) દર્શિત પ્રવિણભાઇ મેવાડા ઉવ.૨૨ રહે. મોરબી (૮) ધર્મેન્દ્ર દિલીપભાઇ અજાણા ઉવ ૨૫ રહે.ધુનડા સજજનપર તા.જી.મોરબી વાળાની ગઈકાલે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.