Abtak Media Google News

યુવાનોને વ્યસ્ત બનાવતી ગેમને ફેવરીટ ગણી જાહેરનામું વિદ્રોહ કરાયું

થોડા સમય પહેલા યુવાનોમાં સૌથી પ્રિય બની ગયેલી ગયેમ પબ્જીની હાનિકારક અસર દુર કરવા શહેર પોલીસ કમિશ્નરે પબ્જી ગેમ પર જાહેરનામુ બહાર પાડી રમવા પર પ્રતિબંધ મૂકયો હતો. જેના ભાગરુપે શહેર પોલીસ કમિશ્નરે ગુરુવારે અચાનક જ રાજય સરકારના આદેશથી પબ્જી પરના પ્રતિબંધનું જાહેરનામું રદ કયુૃ હતું.

Advertisement

પબ્જી ગેમને કારણે યુવાઓ અને તરુણોમાં હિંસક વૃત્તિ જણાતી હોવાની અને જેની વિપરીત અસર અભ્યાસ પર પડતી હોવાથી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પબ્જી ગેમ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જે દરમિયાન ૨૦ જેટલા યુવકોને પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી પણ કરી હતી. જયારે ૮મીએ યુવાનોની લાગણી ઘ્યાનમાં રાખી અને રાજય સરકારના આદેશથી પોલીસી કમિશ્નરે જાહેરનામુ રદ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.