Abtak Media Google News

પોથીયાત્રામાં સંતો-મહંતો, હરિભકતો મોટી સંખ્યામાં જોડાયાં

સહજાનંદ સ્વામી ગુરુકુળ વંથલીની શાખા એવા રાજકોટના ઉદયનગરમાં આવેલા સ્વામીનારાયણ મંદીર ખાતે તા. ૧૦ થી ૧૪ મે  દરમ્યાન શ્રીમદ્દ સત્સંગીજીવન કથા પારાયણ તથા ઘનશ્યામ મહારાજ પંચાબ્દિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાથી પોથીયાત્રામાં વ્રજવલ્લભદાસજી અને માધવસ્વરુપદાસજી સ્વામી સહીત ઘણા બધા સંધો મહંતો ઉ૫સ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરીભકતો પણ પણ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ મહોત્સવની રીબીન કાપીને શુભારંભ સદગુરુ વર્યોના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સત્સંગી જીવન કથાનું રસપાન માધવસ્વરુપસ્વામી કરાવી રહ્યા છે. આ પ્રસંગે જાણીતા કથાકાર જીજ્ઞેશદાદા રાધે ઓ પ્રાસંગીક ઉદબોધન અને આર્શીવચન પણ પાઠવ્યા હતા. આ પાંચ દિવસના આ મહોત્સવમાં કથા, ભોજન સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ રાખવામાં આવ્યું છે.

અબતક મીડીયા સાથેની વાતચીતમાં માધવસ્વરુપ સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી ઘનશ્યામ મહારાજ પંચાબ્દિ મહોત્સવમાં પાંચ દિવસ વકતા પદે રહી સત્સંગનું સરપાન કરાવીશ. શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ વંથલી સંચાલીત ઉદયનગર સ્વામીનારાયણ મંદીર ઘનશ્યામ મહરાજનો પાટોત્સવ છે. તેમનું આ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થવાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. એ નીમીતે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી ધામે ધામથી પધાર્યા છે. જેમાં જીજ્ઞેશદાદા શૈલેષ સગપરીયા કેટલા બધા યુવાનોને માર્ગોર્શન આપેલા સંચાલકો પધારી લોકોને લાભ આપવાના છે. તેમ જ ૧૦૦૦૦ હરીભકતો આ ઉત્સવનો લાભ લઇ રહ્યાં છે.

અબતક સાથેની વાતચીતમાં કિશન ટીલવાએ જણાવ્યું હતું કે તા. ૧૦ થી ૧૪ સુધી શ્રી સ્વામીનારાયણ મંદીર વંથલી ગુરુકુળ સંચાલીત ઉદયનગર-૧ ખાતે સ્વામી નારાયણ મંદીરના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. એને અનુસંધાને ઘનશ્યામમહારાજ પંચમનું આયોજન કરવામાં આવ્યું છે. ગામે ગામથી સંતો ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત જીજ્ઞેશદાદા રાધે-રાધેનું પ્રવતન અને આર્શીવચન સાંભળવાના છે. ત્યારબાદ શૈલેષભાઇ સગપરીયા યુવાનોને પ્રેરણા મળે એવો કાર્યક્રમ રાખેલો છે. આમ પાંચ દિવસ ભવ્ય આયોજન રાખેલું છે. જેમાં કથા, ભોજન અને વિવિધ કાર્યક્રમો રાખેલા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.