Abtak Media Google News

તા.૫ જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે. સામાન્ય રીતે આપણે સૌ વૃક્ષારોપણ અને તેને સંલગ્ન પ્રવૃતિ સાથે પર્યાવરણ રક્ષાના ગીતો દ્વારા સંતોષ અનુભવીએ છીએ. પરંતુ ખરા ર્અમાં પર્યાવરણ રક્ષા એટલે જમીન, જળ, જનાવર, જંગલ અને જીવ માત્રની રક્ષા ! આ સંદર્ભમાં જમીન, જળ, જનાવર, જીવ અને જંગલ બધાની રક્ષામાં જેનો મહત્વનો ફાળો છે તે છે ગૌમાતા આપણી ગાય ! માટે જ ગાયને ‘માતર સર્વભૂતાનામ્ ગાવ: સર્વ સુખ પ્રદા:’ કહી છે. વિશ્વ પર્યાવરણ દિને ગૌમાતાનું પર્યાવરણ રક્ષામાં વિશેષ મહત્વ સમજીએ.

આજે સમગ્ર વિશ્વ સતત ભયના ઓાર નીચે જીવી રહ્યું છે. ૨૧મી સદીની વિકાસની ગુલબાંગો મારતા આપણે સૌ તેની ભયાનકતાી રરી ઉઠીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિકાસની સાથે વિનાશના પણ દ્વારો ખોલી નાખ્યા છે. વિજ્ઞાનનો અમર્યાદ અને સમજણ વગરનો ઉપયોગ આપણને કયાં દોરી જશે તેનો હજુ આપણને લેશ માત્ર જ અહેસાસ યો છે. પર્યાવરણની અવગણનાને કારણે સમગ્ર વિશ્વમાં ન જોયા હોય, ન કલ્પયા હોય, ન સમજી શકાય તેવા કુદરતી બનાવોથી સૌ હતપ્રભ થવા લાગ્યા છે. ધરતીકંપ, સુનામી, વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંધુ ચક્ર, હીમશીલાઓનું ઓગળવું, ઓઝોન રમાં ગાબડા, જંગલોમાં આગ જેવી અનેક કુદરતી આપતિઓ આજે સામાન્ય થઈ ગઈ છે. બીજીબાજુ, વિશ્ર્વના ૧૫૦થી વધુ દેશો વચ્ચે આજે યુદ્ધ ચાલી રહ્યાં છે, આતંકવાદ, નક્ષલવાદ, માઓવાદી માંડી વ્યક્તિગત કૌટુંબિક કારણોસર હત્યા, લૂંંટફાટ, ચોરી, બળાત્કારી માંડી ભૂ, વાયુ અને જલપ્રદુષણ, ખોરાકમાં ભેળસેળ, મીડિયા દ્વારા માનસિક પ્રદુષણ, ન કલ્પી હોય તેવી બીમારીઓ અને દવાઓ, કેમીકલ્સની આડઅસરો, આ બધુ આપણને વિશ્વ વિનાશની ભયાવહકતાનું તાદશ નિરૂપણ કરતી “૨૦૧૨ ફિલ્મની યાદઅપાવે છે.

વિશ્ર્વ આજે વિકાસની દોટમાં વિનાશ તરફ વધુ ઝડપે આગળ વધી તો રહ્યું ની ને ? ૨૧મી સદી વિકાસની બની રહેશે કે વિનાશની ? કહેવું વહેલું છે. વિનાશ તરફી ગતિ એટલી આગળ વધી જાય અને ત્યાંથી પાછા વળવાની સ્થિતિ જ ન બચે તે પહેલા જાગવું જરૂરી નથી ? મહાત્મા ગાંધીને યાદ કરીને તેમની “સાદુ જીવન-ઉચ્ચ વિચાર વાળી વિકેન્દ્રીત, સનિક, કુદરત આધારિત, સ્વાવલંબી જીવન પધ્ધતિ તરફ પાછા વળવાનો સમય આવી ગયો છે. ભારતીય જીવન પધ્ધતિમાં વ્યક્તિી માંડી પરમેષ્ટી સુધીનો જીવ માત્રના કલ્યાણની, “વસુધૈવ કુટુંમ્બકમ્ની “સર્વજીવ હિતાવહ, સર્વ મંગલકારી, સર્વ કલ્યાણકારી આદર્શ વ્યવસ હતી જે માનવીની સાથે દરેક જીવો અને પ્રકૃતિ સોના આદાત્મ્ય સાથેની ઉચ્ચ જીવન શૈલી હતી. પુન: આ વ્યવસથાને વર્તમાન સમયને અનુરૂપ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવેક પૂર્ણ ઉપયોગ સાથે અને ધર્મ-નૈતિક મુલ્યો-આહાર-વિહાર અને સામાજીક-આર્થિક પરિસ્થિતી સાથે તાલમેલ બેસાડી એક શ્રેષ્ઠ જીવન પધ્ધતિ-સમાજ વ્યવસથા નિર્માણ કરવા માટે ચિંતન-મનન અને કાર્યાન્વયન કરવાનો સમય પાકી ગયો છે. જો આપણે આવનારી પેઢીઓને સુખપૂર્ણ રીતે જીવન જીવવા દેવું હોય અને સમગ્ર જીવ સૃષ્ટિને બચાવવી હોય તો ઉપરોકત માર્ગે ગયા વગર છૂટકો નથી.વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઉપરોકત ભારતીય ચિંતનમાં “ગૌમાતાનું સ્મરણ કરવું અતિ આવશ્યક છે. ગૌ માતાનું જીવન જ પર્યાવરણ રક્ષાનું ઉત્તમ સ્વરૂપ છે. ગૌમાતાનું વૈજ્ઞાનિક મહત્વ સમજીશું તો જ ગૌમાતાનું મુલ્ય સમજમાં આવશે. ગૌમાતાનું અને ગોબર-પર્યાવરણ રક્ષા માટે જ છે.

ગોબરનો ઉપયોગ શ્રેષ્ઠ ખાતર-બાયો ફર્ટિલાઈઝર તરીકે કરવાી કેમીકલ ફર્ટીલાઈઝરની ઘાતક અસરોમાંથી બચી શકાય છે. ફેકટરીઓનું પ્રદુષણ ઘટે, કરોડો જિંદગી આરોગ્યમય રહે, જમીનની ઉર્વરા વધે, વૃક્ષો અને અન્ય જીવને નુકશાન ન થાય એટલું જ નહીં જમીન પર પડતા ગૌમૂત્ર અને ગોબરી અનેક વૃક્ષો અને વનસ્પતિથી હરીયાળી છવાઈ જાય છે. સેંકડો ખેડૂતો આત્મહત્યા કરતા બંધ થાય, અબજો રૂપિયાની ડીઝલની આયાત બંધ થઈ જાય, હુંડીયામણ બચે, ગોબરી અણુ બોમ્બ વિસ્ફોટથી રક્ષણ મળે. ગોબર વિકરણોનું શોષણ કરી જીવ માત્રનું રક્ષણ કરે છે. માટે જ આપણે ત્યાં ગોબરી ઘર આંગણાને લીંપણની પધ્ધતિવિદ્યમાન હતી. બળદ આધારિત ખેતી અને ટ્રાન્સપોર્ટ દ્વારા કરોડો રૂપિયાના ડીઝલની બચત ઉપરાંત ડીઝલનો ધુમાડો બંધ તથા પર્યાવરણ શુદ્ધિ રહેશે. સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે. પર્યાવરણ દિન નિમિત્તે આપણે સૌ યાયોગ્ય ગૌસેવાની વિવિધ પ્રવૃતિઓમાં જોડાઈ, પરિવર્તન કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.