Abtak Media Google News

ટંકારામાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાનાં ટંકારા આર્ય વિદ્યાલયમાં છાત્ર-છાત્રાઓ, વાલી અને ગ્રામજનોમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. દેશ માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીની વિચારધારા ઉપકારક છે. ભારતમાં અનેક ભાષાઓ વિકાસ માટે અવરોધક છે. એક સુત્રતાથી બાંધનારી કોઈ ભાષા નથી તેની છણાવટ કરવામાં આવી હતી. છાત્ર-છાત્રાઓનાં પ્રશ્નોનાં જવાબમાં આપવામાં આવ્યા. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પઘ્ધતિથી ઉદઘાટન ટ્રસ્ટનાં પ્રમુખ માવજીભાઈ દલસાણીયાએ કરી આર્ષ વિદ્યાલયમાં અનેકવિધ પ્રવૃતિઓની માહિતી આપી સ્વામી દયાનંદ સરસ્વતીનાં જીવનકથનની વાત કરી અનેક સંઘર્ષો વચ્ચે વેદનો પ્રચાર કર્યો હતો.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ છાત્ર-છાત્રાઓ, વાલીને સંબોધતા જણાવ્યું કે અભણ કરતાં શિક્ષિત લોકો વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારોમાં ફસાયા છે તે ચિંતાનો વિષય છે. શિક્ષિત લોકો અંધશ્રદ્ધાનો પ્રચાર હાઈટેક રીતે કરી મોટા સમુહને ગુમરાહ કરે છે. વર્તમાન સમયમાં વિજ્ઞાનમાં બાધા નાખવા અનેક પરીબળો ઉભા થયા છે તે સામે જાથાએ જેહાદ જગાવી છે. જાથા ગામે ગામ શિક્ષણ ઉપર ભાર મુકી લોકોને વાસ્તવવાદ, પુરુષાર્થવાદ, રાષ્ટ્રવાદી બનાવવા પ્રયત્ન કરે છે તેમાં સફળતા મળતી જાય છે. રાજય-કેન્દ્ર સરકારે વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી ઠોસ કદમ ભરવાની જરૂર છે. સરકારે અંધશ્રદ્ધા વિરુઘ્ધ કાયદો બનાવવાની તાતી જરૂરીયાત છે. ધર્મ, કુપ્રથા કે પરંપરાને નામે આપણે ત્યાં બુદ્ધિહિન આયોજનો થઈ રહ્યા છે તેને તિલાંજલિ આપવાની જરૂર છે.  ટ્રસ્ટનાં મંત્રી મેહુલભાઈ કોરીંગાએ શાળામાં શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓ થાય છે તેનો ચિતાર આપ્યો હતો. વિદ્યાર્થીઓ, વાલીનો સમન્વય કરી ધ્યેય સુધી પરિણામ લાવવામાં સમગ્ર શિક્ષકો કાર્યરત રહે છે. ચમત્કારિક પ્રિય માનસિકતા બદલાવવા માટે જાથાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિજ્ઞાનથી માનવી સુખી થયો છે તેમાં બે મત નથી તેવી વાત મુકી હતી. રાજયમાં લોકજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.