Abtak Media Google News

મોરબી જિલ્લામા છેલ્લા 2 દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે દશ પૈકી છ ડેમો ઓવરફલો થયા છે. ઉપરાંત પાંચ ડેમોના દરવાજા પણ હાલ ખુલ્લા છે. બાકીમાં 4 ડેમોની સ્થિતિ જોઈએ તો મચ્છુ-3 ડેમ 67 ટકા, ડેમી-3 ડેમ 77.65 ટકા, બ્રાહ્મણી-1 ડેમ 75 ટકા અને બ્રાહ્મણી-2 ડેમ 89 ટકા ભરાયો છે.

તમામ ડેમોની સ્થિતિ જોઈએ તો મચ્છુ-1મા 2475 ક્યુસેક પાણીની આવક થતા ડેમ 0.15 મીટર ઓવરફ્લો થયો છે. જ્યારે મચ્છુ-2 ડેમમા 646 ક્યુસેક પાણીની આવક થતા પાણીનો જથ્થો 3104 એમસીએફટી થયો છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થતા હાલ એક દરવાજો એક ફુટે ખોલવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.