Abtak Media Google News

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિએ પોરબંદર કિર્તી મંદિરમાં ર્પ્રાનાસભા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત

આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પૂજ્ય બાપુની જન્મભૂમિ એવા પોરબંદર ખાતે કિર્તી મંદિરમાં સર્વધર્મ પર્થના સભામાં હાજરી આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યની દરેક શાળામાં પર્યાવરણ લેબ શરૂ કરવામાં આવશે. આજે સવારે ૮ કલાકે પોરબંદર સ્થિત કિર્તી મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને પ્રખર કથાકાર રમેશભાઈ ઓઝા સામેલ થયા હતા. ર્પ્રાનાસભા બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે પણ દુનિયાને ગાંધીજીના વિચારોની ખુબજ અવશ્યકતા છે. દક્ષિણ આફ્રિકામાં તેમની સાથે  થયેલો અન્યાય ટર્નીંગ પોઈન્ટ બન્યો હતો જે બાપુએ રાજનેતા અને સંત તરીકે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. ભારત શક્તિશાળી બને તે માટે સામાજિક પરિવર્તન તરફ લોકોને વાળ્યા હતા. ગાંધીજીના બે મુલ્ય નૈતિક શિક્ષણ અને પર્યાવરણ હતા. જેને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રામિક પર્યાવરણ લેબ શરૂ કરવામાં આવશે.  ગાંધીજી આજે પણ સમગ્ર દુનિયા માટે પ્રેરણા સ્તરોત છે. દેશને વધુ સશકત બનાવવા માટે ગાંધીજીના વિચારની ખુબજ આવશ્યકતા છે. ખરેખર ગાંધીજી કોઈ વ્યક્તિ નહીં પરંતુ એક વિચારધારા હતા. મુખ્યમંત્રીએ કિર્તી મંદિર ખાતે ર્પ્રાનાસભામાં હાજરી આપ્યા બાદ. પોરબંદર ચોપાટી ખાતે સ્વચ્છતા જ સેવા શ્રમદાન કાર્યક્રમનો પણ આરંભ કરાવ્યો હતો અને ત્યારબાદ તેઓએ અશ્માવતી રિવર ફ્રન્ટનો લોકાર્પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.