Abtak Media Google News

પ્લાસ્ટીક છોડો ભારત કાર્યક્રમ સંપન્ન:સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર લાવવા સહકાર માંગતા મેયર અને મ્યુ.કમિશ્નર

રાજ્ય કક્ષાની પ્રજાસતાક પર્વ-૨૦૨૦ની ઉજવણી અંતર્ગત તા.૨૩ થી તા.૨૬ સુધી એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ ” પ્લાસ્ટિક ભારત છોડો ” નું આયોજન કરવામાં આવેલું, જેમાં કિસાનપરા ચોક ખાતે એક જેલ બનાવવામાં આવેલ અને “માય એફ.એમ.” ના  આર.જે. આભાબેન આ જેલમાં કેદ રહયા હતા. જે તા.૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો અને રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી ૨૦૧૪ કિલો પ્લાસ્ટિક એકત્ર કરી જેલ ખાતે લાવી આર.જે. આભાબેનને જેલમુક્ત  કરાયા હતા.

આ કાર્યક્રમને અનુલક્ષીને  મેયરએ જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ બનાવવાની શરૂઆત આપણાથી જ કરીએ, જો શહેર સ્વચ્છ રહેશે તો આપણું ઘર પણ સ્વચ્છ રહેશે, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પણ નહિ અને જે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જણાવો. પ્લાસ્ટિક મુક્ત રાજકોટ કરવા માટે આ કાર્યક્રમ થકી એક નવી પહેલ લાવીએ છીએ.

7537D2F3 14

મ્યુનિ. કમિશનરએ સંદેશો આપતા જણાવ્યું હતું કે, શહેરીજનોના સહયોગથી રાજકોટ શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ આવી શકશે, આ શહેરને સ્વચ્છ રાખવાની આપણી સૌની જવાબદારી છે, આજે આ કાર્યક્રમ થકી શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો સુધી એક સંદેશ પહોંચશે કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો એ જેલની સજા બરાબર છે, તો મારી નમ્ર અપીલ છે કે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને સૌ સાથે મળીને રાજકોટ શહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ લાવીએ. પ્લાસ્ટિક છોડો ભારત કાર્યક્રમ અન્યત્ર પણ પ્રેરણારૂપ બનશે. પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે આપણે સૌ પ્રતિબધ્ધ થઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.