Abtak Media Google News

પનીર બનાવવાના કારણે આવતી દુર્ગંધે બે પરિવાર વચ્ચે વૈમનસ્ય સર્જાતા ભાજપના અગ્રણીએ જીવ ગુમાવ્યો

છરી- ધારીયા, પાઇપ જેવા ઘાતક હથિયારથી સામ સામે હુમલો: ભાજપ અગ્રણીના પરિવારના વળતા હુમલામાં પિતા-પુત્ર ઘવાયા

શહેરના દૂધસાગર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેતા બે પાડોશી વચ્ચે ચાલતી છાશ ડેરી બંધ કરવા બાબતેના મનદુ:ખમાં થયેલી શસ્ત્ર મારમારીમાં ભાજપના લઘુમતી કાર્યકરની કરણપીર હત્યા નિપજાવનાર રાજકોટ ડેરીના કર્મચારી , તેના પુત્ર અને ભત્રીજા મળી કુલ ચાર શખ્સો સામે હત્યા અંગનો ગુનો નોંધાયો છે. જ્યારે સામાં પક્ષે  સંધિ યુવકની ફરિયાદ ફરથી પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે. બન્ને પક્ષોની સામ સામેની ફરિયાદ પરથી નવ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

Advertisement

બનાવ અંગે  લાખાજી રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેતા મુસ્તાક હાજીગુલામ હુસેનભાઈ ચાવડા (ઉ.વ ૩૧ )ની ફરિયાદ પરથી તેના ભાઈ આરીફ ગુલામહુસેનની હત્યા નિપજાવનાર પાડોશી વસીમ ઉર્ફ ચકો અબ્દુલભાઈ ખૈબર , રમીઝ ઉર્ફ બાબો ઇકબાલ ખૈબર , અબ્દુલ ઓસમાણ ખૈબર (રહે.બધા શ્રમજીવી સોસાયટી ) સામે થોરળા પોલીસે હત્યા, મારામારી, જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. બનાવ અંગે પી.આઈ જે.એમ હડિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં મુસ્તકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પોતે અને તેના ભાઈ  આરીફ હાજીગુલામહુસેન ( ઉ.વ ૩૮ ) એ રાત્રીના સમયે પાડોશમાં વસીમ ખૈબરની ડેરીમાંથી છાસ તથા બગડેલા પનીરનું ઉત્પાદન કરી વેંચતા હોય,જે બાબતમાં ચાલતા મનદુ:ખ અંગે પાડોશી ચાર શખ્સો ગાળો બોલતા હોય, જે બાબતે બન્ને મુસ્લિમ બંધુ ગાળો બોલવા બાબતે ટપારવા ગયા હતા. બાદમાં ફરી વખત ચારેય શખ્સોએ ગાળો બોલવાનું શરૂ કરતા બન્ને મુસ્લિમ બધું ફરી સમજાવટ કરવા જતા બોલાચાલી બાદ ઝગડો શરૂ થયો હતો.જે બાબતનો ખાર રાખી આરોપી અબ્દુલ અને ઇકબાલે મુસ્લિમ અગ્રણી આરીફ ચાવડાને પકડી રાખી અન્ય આરોપી વસીમ ઉર્ફ ચકાએ તથા રમીઝ ઉર્ફ બાબાએ છરી વડે જીવલેણ ઘા ઝીકી દઈ ઢીકાપટુંનો મારમારી રોડ પર ઢસડ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ભેગા થઈ જતા મુસ્લિમ અગ્રણીના અન્ય બંધુ ભેગા થઈ જતા તમામ શખ્સો નાશી છૂટ્યા હતા, તાકીદે લોહિયાળ હાલતમાં પડેલા મુસ્લિમ અગ્રણીને સારવાર અર્થે  ખાનગી હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મુસ્લિમ પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

જ્યારે સામા પક્ષે શ્રમજીવી સોસાયટીના વસીમ  ઉર્ફ ચકો અબ્દુલ ખૈબર ( ઉ.વ ૩૦), અબ્દુલ ઇસમાન ખૈબર(ઉ.વ ૫૮) ને ગંભીર ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઘવાયેલા વસીમ ઉર્ફ ચકાની ફરિયાદ પરથી થોરળા પોલીસે શ્રમજીવી સોસાયટીના  આરીફ ગુલામહુસેન ચાવડા, આવિદ ગુલામહુસેન ચાવડા, ઈરફાન ગુલામહુસેન ચાવડા, ગુલામહુસેન ચાવડા સામે રાયોટ, મારામારી, જાહેરનામભંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મારામારીના બનાવમાં પાડોશી પાંચેય શખ્સોએ લાકડી, ધારીયા, છરી ,લોખડના પાઇપ વડે હુમલો કરી ધમકીઆપ્યા બાદ  બન્ને શખ્સોના હાથ પગ ભાગી નાંખ્યા હતા.

લાખાજીરાજ સોસાયટીમાં તંગદિલી

મુસ્લિમ અગ્રણી આરીફ ચાવડાની હત્યાની વાત વાયુવેગે ફેલાઈ જતા ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા,ઘણા લોકો ઉશ્કેરાટમાં હુમલો કરવા જતા શ્રમજીવી સોસાયટીમાં પોલીસના ધાળેધાળા ગોઠવી દેવામાં આવ્યા હતા. અન્ય લોકોનો રોષ જોઈ આરોપીના પરિવારજનો ઘરને તાળા મારી નાશી છૂટ્યા હતા.બનાવના પગેલ ઉશ્કેરાટમાં વધુ માહોલ ન બગડે તે માટે એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને થોરળા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.