Abtak Media Google News

આયુષ્ય હમેશા આશાશ્ર્વતતાનો સ્વભાવ લઇને આવે છે: નમ્રમુનિ મ.સા.

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ પરિવારના તપસમ્રાટ  ગુરુદેવ  રતિલાલજી મહારાજ સાહેનના મુખેથી ૬૧ વર્ષ પહેલાં દીક્ષા અંગીકાર કરનારા અને મુક્ત – લીલમ ગુરુણીનાં સુશિષ્યા એવાં ૮૧ વર્ષીય આદર્શયોગિની પ્રભાબાઈ મહાસતીજી કાળધર્મ પામતાં એમની ગુણાનુવાદ સભાનું આયોજન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે લાઈવ પ્રસારણના માધ્યમી કરવામાં આવ્યું હતું.

રાજકોટના રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટાસંઘ -સી.એમ. પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રય ખાતે ચાતુર્માસ બિરાજિત “પ્રભુજી ના નામે ઓળખાતા પ્રભાબાઈ મહાસતીજીને સરળ અને શ્રેષ્ઠ આત્મા તરીકે ઓળખાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, કોઈકના આગમનનો જેટલો આનંદ હોય, એની વિદાય એટલી જ વેદનાકારક બની જતી હોય છે. માટે જ, પરમાત્માએ સંયોગમાં આનંદી અને વિયોગમાં વેદનાથી પરે થઈ જવાનો બોધ આપ્યો છે. મુખ પર સદાબહાર પ્રસન્નતાના ધારક એવા  પ્રભાબાઈ મહાસતીજી એક સદભાગી આત્મા હતા જેમના પર સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ જેવાં સર્મ ગુરુની દૃષ્ટિ પડી હતી. કેમકે ગુરુની એક દૃષ્ટિ અને પ્રેરણા પણ જીવનની ભાગ્યરેખાઓ બદલાવી દેતી હોય છે. એ સો જ,  મહાસતીજીની વર્ષો સુધી અગ્લાન ભાવે કરનારા રેણુકાબાઈ મ. તેમ જ, કોરોનાના સમયમાં પણ  મહાસતીજીની ક્ષણ ક્ષણની ખેવના રાખીને સુવ્યવસ કરનારા એવાં ચંદ્રકાન્તભાઈ શેઠની સેવા ભાવનાની પ્રશસ્તિ કરી હતી.

આ અવસરે, અનકાઈ બિરાજિત  સંબોહિજી મહાસતીજીએ પ્રભાબાઈ મહાસતીજીને સરળહૃદયા અને નિખાલસ આત્મા તરીકે ઓળખાવી એમને જલ્દીથી મોક્ષગતિની પ્રાપ્તિ થાય એવી ભાવના સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી.

દેવલાલીમાં બિરાજિત ડો. તરૂલતાબાઈ મહાસતીજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં પ્રભાબાઈ મહાસતીજીની સ્વીકારભાવના, સરળતા અને નિખાલસતાના ગુણોના ગુણાનુવાદ કર્યા હતાં.

વસઈ, માણેકપુર સંઘમાં બિરાજિત, વિરલપ્રજ્ઞા  વીરમતીબાઈ મહાસતીજીએ  પ્રભાબાઈ મહાસતીજીની વૈરાગી અવસ અને સંયમી અવસના વર્ષોના સંસ્મરણો પર પ્રકાશ પાડીને ગુણાજંલિ અર્પણ કરી.

પાર્લાથી  સુધાબાઈ મહાસતીજીએ “પ્રભુજી તરીકે ઓળખાતા પ્રભાબાઈ મહાસતીજીને પ્રભુ સ્વરૂપે ઓળખાવીને ભાવાજંલિ આપેલ. કાંદિવલી બિરાજિત શા દિવાકર મનોહરમુનિ મહારાજ સાહેબે ફરમાવ્યું કે,  પ્રભાબાઈ મહાસતીજી જેવા સરળ આત્મા આ પંચમકાળમાં ઓછા હોય છે એવા ભાવો સો શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજકોટથી સ્મિતાબાઈ મહાસતીજીએ પ્રભાબાઈ મહાસતીજીને વિશાળહૃદયા, સરલહૃદયા અને દર્દને પણ સમભાવે સહન કરનારા, સમતાભાવી આત્મા તરીકે ઓળખાવીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

Whatsapp Image 2020 09 23 At 12.51.19

મગોધી સંપ્રદાયવરિષ્ટા  પ્રાણકુવરબાઈ મહાસતીજીએ  પ્રભાબાઈ મહાસતીજીને સમતાધારી આત્મા, સરળઆત્મા તરીકે ઓળખાવીને ગુણાજંલિ અર્પણ કરતાં એમની અનન્ય સેવા બજાવનારા પૂજય રેણુકાબાઈ મહાસતીજીની સેવા ભાવનાની પ્રશસ્તિ કરી હતી. રાજકોટમાં રોયલપાર્કમાં બિરાજિત  સુનિતાબાઈ મહાસતીજીએ  પ્રભાબાઈ મહાસતીજીની વિદાયી, એક શીતળ છાંયો, વડીલરૂપી છત્રછાયા ખોઈ દેવાનું દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગિરનાર બિરાજિત ડો. ડોલરબાઈ મહાસતીજીએ,  પ્રભાબાઈ મહાસતીજીને છેલ્લા ૫૦ વર્ષથી હશરય પાર્ટનર બનીને જોડાયેલો અશાતા વેદનીય કર્મના ઉદયમાં પણ સમજણ, સહનશીલતા અને સમર્પણના ગુણો પ્રત્યે વંદનાજલી અર્પણ કરી હતી. એ સાથે જ, કામાગલી સંઘી  ઊર્મિલાબાઈ મહાસતીજી, રાજકોટી  અજિતાબાઈ મહાસતીજી, રામવાડીથી ક્રાંતિકારી સંત  પારસમુનિ મહરાજ સાહેબ આદિએ પણ સુંદર ભાવો સાથે દિવંગત મહાસતીજીના ગુણાનુવાદ કર્યા હતા. તેમજ પૂજય મહાસતીજીના સંસારી સ્વજનોના પત્ર દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિના ભાવો પઠન કરવામાં આવ્યા હતા.

એ સાથે જ, રાજકોટ રોયલપાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠએ જણાવેલ કે પ્રભુએ જ્યાંથી લિલામબાઈ મહાતીજીની વિદાઇ થઈ ત્યાંથી જ વિદાય લીધી, તેઓ ખરેખર પ્રભુજી હતા. ગોંડલ સંપ્રદાયના  પ્રવીણભાઈ કોઠારીએ ભવાંજલી આપતા ફરમાવેલ કે પ્રભુજીના જવાથી સંપ્રદાયને ખોટ પડેલ છે. તેમ જ, દેવલાલીથી અશ્વિનભાઈ તેજાણીએ  મહાસતીજી પ્રત્યે શ્રદ્ધાંજલિના ભાવો અર્પણ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પુરુર્ષાથ અને સુસંચાલન માર્ગદર્શનના કારણે કોરોના કાળમાં પણ  પ્રભાબાઈ મહાસતીજી ની ભાવ પાલખીયાત્રાના સહુને દર્શન કરાવવાના કરેલાં ઉપકાર પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પરમ ગુરુદેવના અમૂલ્ય માર્ગદર્શન સાથે  પ્રભાબાઈ મહાસતીજીના વોકહાર્ડ હોસ્પિટલથી રાજકોટ રોયલપાર્ક સંઘમાં લાવવામાં આવેલા પાર્થિવદેહની અંતિમવિધિના લાઈવના માધ્યમે દરેક સંત સતીજી, તેજાણી પરિવાર અને ભાવિકોને કરાવવામાં આવેલાં દર્શન બદલ દરેક મહાસતીજીએ અત્યંત અહોભાવ અને ઉપકારભાવની અભિવ્યક્તિ કરી હતી. આ આવસરે  સંઘ, સંપ્રદાય અને તેજાણી પરિવાર દ્વારા  પ્રભાબાઈ મહાતીજીને અંતિમ સેલૂ અને સંત સતીજીઓ દ્વારા શોલ અર્પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.