Abtak Media Google News

કોરોના અને ક્નટેઈનમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે ૧૪મી ઓકટોબરે પરીક્ષા લેવાશે: સુપ્રીમ કોર્ટ

તા.૧૨ બુધવાર એટલે કે આજે નીટનું પરિણામ જાહેર થવાનું હતું ત્યારે હવે પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓને વધુ રાહ જોવાનો વારો આવ્યો છે.  સુપ્રીમ કોર્ટે એવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની મંજુરી આપી છે જેઓ કોરોના સંક્રમિત અથવા ક્નટેઈમેન્ટ ઝોનમાં રહેતા હોવાના કારણે નીટ-૨૦૨૦ની પરીક્ષા આપી શકયા ન હતા. આવા વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૪મીના લેવાશે અને તે પછી નીટ-૨૦૨૦નું પરીણામ જાહેર થશે.

આ પહેલા એવી આશા રાખવામાં આવી હતી કે, મેડિકલ એન્ટ્રન્સ એવી નીટની પરીક્ષાનું પરીણામ આજે આવવાનું હતું જોકે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના કારણે વિદ્યાથીઓએ હવે ૧૬ ઓકટોબર સુધી રાહ જોવાનો વારો આવ્યો છે. નીટના પરીણામ સાથે અથવા તો તેના થોડા સમય પછી ફાઈનલ આન્સર કિ પણ જાહેર કરવામાં આવશે.

નીટનું પરિણામ જાહેર થયા પછી પરીક્ષાર્થીઓ પોતાના પરિણામ એનટીએ (નીટ)ની સતાવાર વેબસાઈટ ઉપર જોઈ શકશે. નીટની પરીક્ષા દેશભરમાં ૧૩ સપ્ટેમ્બરે ઓનલાઈન યોજવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ ૧૫.૯૭ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ૮૫ થી ૯૦ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વખતે નીટ કટઓફ ઉપર વધુ જઈ શકે છે કારણકે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી સાથે જ કોરોનાના કારણે પરીક્ષા ટળવાથી વિદ્યાર્થીઓને તૈયારી માટે ઘણો વધુ સમય મળ્યો હતો. આ ઉપરાંત પ્રશ્ર્નપત્ર પણ અપેક્ષાથી થોડુ સરળ હોય તેમ વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.