Abtak Media Google News

અમેરિકન સંશોધકોએ યુકેમિયા કોષોને દૂર કરવાની નવી ફાર્મોકોલોજીકલ સારવારનો આવિસ્કાર કરી લોહી અને અસ્થિમજાના કેન્સરને દૂર કરી શકાય તેવો કર્યો દાવો

‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ની માન્યતા અને કેન્સર અંગેનો ભય કેન્સરના દર્દીઓની જિંદગીથી લઈ જીજીવિશા ખત્મ કરી દે છે. અગાઉ ફેફસાના દાદના રોગ ટીબીને અસાધ્ય ગણવામાં આવતું હતું. હવે ટીબી સામાન્ય બની ગઈ છે અને માત્ર ડોટ ટીકાથી ટીબી મટી જાય છે. અત્યારે કેન્સર કેટલાક તબક્કામાં અસાધ્ય રોગ તરીકે સૌને ભયભીત કરનારો રોગ છે. કેન્સર એટલે કેન્સલની પરિસ્થિતિમાં હવે તો મોટાભાગના કેન્સરના પ્રકાર જો પ્રારંભીક તબક્કામાં નિદાન થઈ જાય તો સાધ્ય છે. અલબત હજુ બ્લડ કેન્સર અને બોર્નમેરો કેન્સરની અસરકારક પરિણામદાયી સારવાર ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં અમેરિકાના વૈજ્ઞાનિકોએ અસાધ્ય ગણાતા બોર્નમેરોની સારવાર શોધી હોવાનો દાવો કર્યો છે. રક્ત અને અસ્થિમજાના કેન્સરની સારવારની શોધ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોના દાવા મુજબ અસ્મિમજા કેન્સરની સારવાર હવે હાથવગી બની છે. બ્લડ કેન્સરમાંથી દર્દીને સાજા કરવાની પદ્ધતિ માટે દાયકાઓથી સંશોધન ચાલી રહ્યું છે. હવે તેમાં આશાસ્પદ પરિણામ મળવાની શકયતા ઉભી થઈ છે.

લાંબા સંશોધન બાદ લ્યુકેમિયા કોષોના ઈલાજ અને તેને દૂર કરવામાં તેની નવી પદ્ધતિનો વિકાસ થયો છે. કલેવ લેન્ડ ક્લીનીક વિભાગ દ્વારા ટ્રાન્સલેશન હિમોટોલોજી અને એનકોલોજી સંશોધનમાં સારા પરિણામો મળ્યા છે.

લ્યુકેમિયસ એ બોર્નમેરોના સ્ટેમ અને માતૃકોષોમાંથી આવતું કેન્સર છે. જે તમામ સામાન્ય રક્તપેશીકાઓને બનાવે છે. માઈલોડ લ્યુકેમિયસને ડ્રાઈવ કરતું એક સામાન્ય પરિવર્તન ટીઈટી-૨ જનીનમાં જોવા મળે છે. છેલ્લા એક દાયકાથી આ ઉપર સંશોધન કરવામાં આવી રહ્યું છે. અગાઉના સંશોધનમાં ટીટીઈ-૭૬ નામનું પ્રાથમિક પરમાણુ રોગના પ્રારંભીક તબક્કામાં કેન્સરના કોષને મારવા માટે ઉપયોગમાં બહાર આવ્યું છે. આ શોધ હવે કેન્સરના તમામ પ્રકારને નાથવામાં મદદ કરશે. મેસિજેવીસ્કી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ૨-એચજી પ્રકારના જનીનમાંથી અણુ લઈને તેનો અભ્યાસ કરવામાં આવતા નાના પરમાણુઓ ટીઈટી-૧૭૬,૨,૩ જેવા જનીનો ઉપર પ્રભાવી હોય છે. આ નવા જનીનો કેન્સર સામે લડવાની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનનો દાવો કરીને બોર્નમેરો અને લોહીના કેન્સરમાંથી દર્દીને મુક્ત કરવાની દિશામાં અને તેના ઉપરથી દવા બનાવવા માટે એક મહત્વની દિશા અંગીકાર કરી હોવાનું જાણવા મળ્યું છે.

બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે કરી શકાય?

બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટેશન સ્ટેમ્પ સેલની પ્રસ્થાપનની પ્રક્રિયા છે. જેમાં શરીરના બોર્નમેરોના ક્ષતિગ્રસ્ત તત્ત્વોની જગ્યાએ તંદુરસ્ત બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવે છે. શરીરમાંથી સ્ટેમ્પ સેલ લઈને તેનું પ્રસ્થાપિકરણ કરવામાં આવે છે. લ્યુકોમીયા બ્લડ કેન્સરની બીમારીમાં સારવારની સમય અવધી વધારવા માટે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

બોર્નમેરો શું છે ?

સ્પંજ જેવું દ્રવ્ય પેશીઓની રચના ધરાવતા બોર્નમેરો શરીરના કેટલાક હાડકાઓના પોલાણમાં હોય છે. માનવીઓમાં બોર્નમેરો બેઠકના થાપા, સાથળના પોલા હાડકામાં હોય છે. બોર્નમેરોમાં એવી કેસીકાઓ હોય છે જેમાં તેના કોષમાં લાલ રક્તવાહીનીઓ, સફેદ રક્તવાહીનીઓ અને કણ તરીકે વિકસેલા હોય છે. જે શરીરના બંધારણમાં બાળકના જન્મથી લઈ મૃત્યુ સુધીની આખી દેહીત ક્રિયા પર ખુબજ પ્રભાવી હોય છે.

બોર્નમેરો કેન્સર શું છે ?

કેન્સર અત્યારે દુનિયાને ઝડપથી ભરડામાં લેતી બિમારી છે. જેમાં ક્ષતિગ્રસ્ત કોષનું વિભાજન ઝડપથી થાય છે અને તે આખા શરીરમાં ફેલાઈ જાય છે. બોર્નમેરોનું દ્રાવણ સ્પંજ જેવું હોય છે જે આપણા આડકાના પોલાણમાં હોય છે. જેની પેસીકાઓ અને પ્લેટમાં અયોગ્ય વિકાસ શરૂ થાય એટલે તે કેન્સરનું રૂપ લઈ લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.