Abtak Media Google News

દિવાન બંગલો

Advertisement

અમદાવાદ એરપોર્ટ નજીક આવેલી નીમરાણા હોટલને  દિવાન બંગલોભી કહે છે. આ પ્રોપર્ટીનું નિર્માણ 19મી સદીમાં કરવામાં આવ્યું હતું. 8 રૂમ ધરાવતી આ હોટલ પોતાના ગ્રાહકોને રોયલ ફેસીલીટી આપવા માટે જાણીતી છે.

નટવર નિવાસ પેલેસ

નટવર નિવાસ પેલેસ ગુજરાતની હેરીટેજ હોટલની યાદીમાં સ્થાન ધરાવે છે. જે રાજપીપળામા આવેલી છે. ભવ્ય 14 રૂમ ધરાવતી આ હોટલ કરજણ નદીના કિનારે આવેલી છે અને શહેરમાં ટુરીસ્ટો માટેનું એટ્રેક્શન પોઇન્ટ છે. વર્ષો પહેલા નટવર નિવાસ પેલેસ મહારાજ પીપલાના નાનાભાઇનું નિવાસ સ્થાન હતું.

બેલ ગેસ્ટ હાઉસ

ખૂબ આરામદાયક રૂમ ધરાવતી આ હોટલની સર્વિસ પણ ઉત્તમ છે. હોટલ ભોજન અને રૂમની મલ્ટીપલ ચોઇસ આપે છે. ઇન્ડો-યુરોપીઅન આર્કીટેક્ચર ધરાવતી આ હોટલ ખૂબ જ આલીશાન છે. આ રિસોર્ટ સાયલામા આવ્યુ છે

બલરામ પેલેસ રિસોર્ટ

આ રિસોર્ટ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદ-માઉન્ટ આબુ નેશનલ હાઇવ-14 પર સ્થિત છે. આ રિસોર્ટ 1920માં નવાબ સાહેબ સર તલેય મુહમ્મદ કાખ લોહાણી દ્વારા બંધાવામાં આવ્યો હતો. આ રિસોર્ટમાં 4 ગોલ્ડ રૂમ, 12 પ્લેટીનીઅમ અને 1 નવાબી રૂમમાં વહેંચવામાં આવ્યા છે જે બધામાં કલર ટીવી, ટેલીફોન, ફ્રીજ, અટેચ્ડ બાથ અને હેન્ડક્રાફ્ટ ફર્નિચરથી સજ્જ છે. જ મુલાકાતીઓ માટે ખૂબ જ આરામદાયક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.