Abtak Media Google News

માત્ર આઠ વર્ષમાં પુલમાં ભ્રષ્ટાચારની તીરાડોએ મોઢું ફાડયું

સુરેન્દ્રનગર શહેરમાં અંગ્રેજીના સમયમાં બનેલો આ મોરબી નો પુલ તરીકે જાણીતો બનેલો ત્યારબાદ ભૂકંપ ની ભયાનકતા થતાં આ પુલ જર્જરિત થવાના કારણે તંત્ર દ્વારા આ પુલ પાડી દઇ અને નવો કરવામાં આવ્યો હતો ત્યારે આ મોરબીના પુલનું નામકરણ બદલી અને સરદાર સિંહ રાણા પુલનું નામ રાખવામાં આવ્યું હતું ત્યારે હાલમાં આ સરદારસિંહ રાણાપુર ઉપર ત્રણ ફૂટનો મોટું જબરદસ્ત ગાબડું પડયું આજે વહેલી સવારના એક જાગૃત નાગરિક જીવણભાઈ એ અખબારી ઓફિસ ખાતે ફોન કરી અને છેલ્લા કેટલાક માસથી મોટું ગાબડું પડયું છે અને રાત્રીના સમયે પુલ ઉપર લાઈટો પણ ન થતી હોવાનું જણાવ્યું હતું ત્યારે આ પુલ ઉપરથી પસાર થતાં લોકોનો ક્યારેય ફુલ માં પડેલા ગામડામાં પગ પણ કરી જાય તેઓ મોટું ગાબડું પડયું છે ત્યારે આ પુલ ઉપરથી સવારથી લઈ અને રાત્રીના ૨૪ કલાક હજારો થી મોટી માત્રામાં વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે આ પુલમાં જે સાંધા કરવામાં આવ્યા છે તે મોટાભાગના સાંધા છૂટા પડી ગયા છે ત્યારે તંત્ર દ્વારા પરવા કરવામાં આવતી નથી અને જ્યારે મોટો અકસ્માત સર્જાય ત્યારે તંત્ર દ્વારા દોડાદોડી કરવાનો સમય આવે એ પહેલા જાગૃત થવાનું સમય તંત્ર પાસે ન હોવાનું પણ જીવણભાઈ એ જણાવ્યું ત્યારે જીવણભાઈ જણાવતા હતા કે છેલ્લા કેટલાક સમયથી આ પુલમાં મોટા મોટા ગાબડા પડયા છે વાહનોને પણ આ ગામડા તારવી અને પસાર થવું પડે છે જ્યારે આપું પણ નાના-મોટા અસંખ્ય ગામડાં પડેલા છે ત્યારે આ પુલ કયા ખાતામાં આવે છે અને કયું ખાતુ આ પુલને મરામત કરાવે છે તે આ જનતાને કોઈ પ્રકારની ખબર નથી ત્યારે આ પુલ ઉપર અત્યારે વહેલી સવારના રૂબરૂ મુલાકાતે જતા આ પુલ ઉપર ફૂટ પડી પણ પડી ગઈ છે એમાં પણ મોટા મોટા ૧૫ ફૂટના ગાબડા પડયા છે જ્યારે રોડ ઉપર પસાર થતા વાહનો માં અંદાજિત સાડા ત્રણ ફૂટનો જબરદસ્ત ગાબડું પડયું છે જેપુ લ ની અંદર દેખાઈ રહ્યું છે ત્યારે આ પુલનું ઉદ્ઘાટન ૧૯. ૧૦ .૨૦૦૩ ના. ગુજરાતના શહેરી વિકાસ મંત્રી તરીકે આઈકે જાડેજા  રહેલા હતા એ સમયમાં પૂર્ણ ખુલ્લો મુકવામાં આવ્યો છે જે અત્યારે સમય પ્રમાણે હજુ તો આ પુલને માત્ર આઠ જ વર્ષ થયાં છે ત્યાં પુલમાં એક વાર મોટા મોટા ગાબડા પડયા હોવાનું આ વિસ્તારના લોકો જણાવી રહ્યાં છે જ્યારે વધુમાં જણાવતા હતા કે આ પુલમાં એક સમય ઠસી પડ્યો હતો અને જેમાં જાનહાનિ પણ થઈ હતી ત્યારે આ ટૂંક સમયમાં આ પુલમાં અનેકવાર આવા નાના મોટા ગાબડા પડયા છે તેઓ હાલમાં આ વિસ્તારના લોકો જણાવી રહ્યાં છે ત્યારે હાલમાં આ પુલ ઉપર તાત્કાલિક અસરે તપાસ કરી.અને ફુલ માં પડેલા ગામડાઓનું મરામત કામ કરાવે નહીં તો મોટી હોનારત સર્જાય તેવી ભીતિ વર્તાઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.