Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા બાંધકામ મંજુરીમાં ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ (ઓ.ડી.પી.એસ.) શરૂ કરી બાંધકામ ક્ષેત્રના વિકાસને વેગ મળે તેના માટે સમયાંતરે યોગ્ય સુધારા સાથે પારદર્શક પધ્ધતી શરૂ કરવામાં આવી, જેના અમલીકરણ માટે કટીબધ્ધ ગોડલ નગરપાલિકા દવારા ઉતરોતર વિકાસ પરવાનગીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવેલ છે, છેલ્લા ત્રણ વર્ષમાં ગોંડલ નગરપાલિકા દ્વારા ઉતરોતર વિકાસ પરવાનગીની કામગીરીને વેગ મળતા બાંધકામ ઉદ્યોગ ધમધમતો થયેલ હોય, નાના અને મધ્યમ વર્ગના લોકોને એફડબલ હાઉસીંગ સ્કીમો થકી ઘરના ઘરના સ્વપ્ન સાકાર થયેલ છે. મોડલ નગરપાલિકા દવારા વિકાસ પરવાનગી થકી સને-2018-19માં 2.42 કરોડ, સને-2019-20માં 3.56 કરોડ અને સને-2020-21માં 4.13 કરોડજેવી માતબર રકમની આવકે વિકાસ પરવાનગી થકી થયેલ હોય, સરકાર દવારા અમલમાં મુકવામાં આવેલ ચાર્જેબલ એફ.એસ.આઈ. સહિતની આવકનો સમાવેશ થાય છે. ઉપરોકત રકમ થકી શહેરના વિવિધ જનસુવિધાના વિકાસના કામોને વેગ મળેલ છે.

આમ ચીફ ઓફીસર એચ.કે.પટેલ, ટાઉન પ્લાનીંગ શાખાના ટાઉન પ્લાનર ધવલભાઈ પાણખાણીયા, બિમલભાઈ જેઠવા, રવિકુમાર બદ્રકીયા, હરવિજયસિંહ સરવૈયા, શકિતસિંહ જાડેજા, નિતિનભાઈ ઠાકર, યશ ડોડીયા સહિતના સમગ્ર સ્ટાફને તેમજ પુર્વ પ્રમુખ અશોકભાઈ પીપળીયા, પુર્વ કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, પુર્વ ટાઉન પ્લાનીંગ ચેરમેન નિર્મળાબેન ધડુક, સહિતનાઓના અથાગ પ્રયત્નો અને પારદર્શક અભિગમ સાથે ઝડપી ઓનલાઈન પ્રક્રિયાના કારણે ગતવર્ષમાં કોરાના કાળ ચાલતો હોય લોકડાઉન થયેલ હોય તેમ છતા 1440 જેટલી વિકાસ પરવાનગી આપવામાં આવેલ, જેના કારણે વિકાસને વેગ મળેલ હોય, નવા વરાયેલ હોદેદારો પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ધીણોજા, કારોબારી ચેરમેન ઋષીરાજસિંહ જાડેજા, ટાઉન પ્લાનીંગ ચેરમેન શૈલેષભાઈ રોકડ દવારા આ કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓ તેમજ હોદેદારોને બિરદાવી સન્માનિત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.