Abtak Media Google News

અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળના મંત્રીની નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને રજૂઆત

વિશ્ર્વ મહામારી કોરોના સંક્રમણનું જોર દિન પ્રતિદિન વધી રહ્યું છે. અને બીજી તરફ સરકાર દ્વારા તેને અટકાવવાના પ્રયાસો સંદર્ભે ઠેર ઠેર રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના મંત્રી ડો. પ્રિયવદનભાઇ કોરાટ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓને પ્રથમ હરોળમાં ગણી વેકિસન આપવામા અગ્રતાક્રમ આપી ઉમરની મર્યાદા દુર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પ્રથમ હરોળમાં ગણી ઉમરની મર્યાદા ઘ્યાને સીધા વગર અગ્રતાક્રમ આપી કોવિડ-19 ની વેકસીન આપવામાં આવેલ હતી. અને આપવામાં આવી રહી છે.

જયારે સ્વનિર્ભર શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓ આવી જ કામગીરી કરતા હોય, તેઓને કોવિડ 19 સંક્રમિત થવાની સૌથી વધુ સંભાવના હોય, આ સંજોગોએ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના કર્મચારીઓની જેમ જ સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓને પ્રથમ હરોળમાં ગણી વેકસીન આપવામાં અગ્રતાક્રમ આપી ઉમરની મર્યાદા દુર કરી વેકિસન આપવા ઘટતી કાર્યવાહી કરવા રાજયના શિક્ષણના અને વિઘાર્થી ઓના હિતમાં મંત્રીએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.