Abtak Media Google News

ફિલ્મોમાં હાસ્ય ભૂમિકા વધુ ભજવી 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, ફિલ્મ ફેર એવોર્ડ માટે રપ વખતનામાંકન થયું હતું, સહાયક ફિલ્મ અભિનેતાનો છ વાર એવોર્ડ જીત્યો હતો 

‘મહેમૂદ’ આ ફિલ્મ કલાકાર બોલીવુડનો ખરા અર્થમાં શહેનશાહ હતો. કેટલાય કલાકારોને તેના પ્રારંભ કાળમાં રહેવા- જમવા તથા પૈસાની પણ મદદ કરી હતી. તેમનું સમગ્ર જીવન બીજાને મદદ કરવામાં ગયું ત્યારે તેના અંતિમ સમયમાં આ પૈકી બહુ ઓછા લોકોએ સંબંધ રાખ્યો હતો. પોલિયોથી ગ્રસ્ટ પુત્રની તકલીફ ઉપરથી ‘કુવારા બાપ’ જેવી ફિલ્મ બનાવીને કેટલાય પોલિયોગ્રસ્તને બેઠા કર્યા ને પગભર પણ કર્યા હતા. ‘હમ કાલે તો કયા હુઆ દિલવાલે હૈ’ તેમના જ ઉપરા ફિલ્માંકન થયેલ ગીતના શબ્દોની જેમ તે એક નેકદીલ ઇન્સાન હતા. તેના પરિવારને અકબંધ રાખ્યો તો ગરીબ જરૂરીયાત મંદોને હમેશા મદદ કરીને તે ‘શહેનશાહ’ બન્યા હતા. તેની બનાવેલી લગભગ બધી ફિલ્મોમાં તેને નવા કલાકારોને તક આપી હતી. જેમાં અમિતાભ, શત્રુઘ્નસિંહા, અરૂણા ઇરાનીની સાથે ‘પડોશન’ ફિલ્મમાં તેને લગભગ તમામ નાના કોમેડીયન ને તક આપી હતી. અમિતાભને તક આપ્યા બાદ જ તેમને ‘ઝંઝીર’ ફિલ્મ મળી હતી. બોલીવુડના આ મહાન કલાકાર પાસે આજના યુગના તમામ પ્રસિઘ્ધ કલાકારો મદદ માટે તેમની હવેલીએ જતા ત્યારે મહેમુદે કોઇને કયારેય નિરાશ નહોતા કર્યા. જાુની ફિલ્મો તો તેના અભિનય થકી જ હીટ થઇ જતી હતી. કેટલાક હિરો તેની સાથે કામ એટલા માટે ન કરતાં કે તેના અભિનય આગળ પોતાનો અભિનય દબાય જશે.

‘દુ:ખીયાનો બેલી હતો…. મહેમૂદ’

Screenshot 1 26

જુની ફિલ્મોમાં મુખય હિરો-હિરોઇન સાથે કોમેડીયનની બોલબાલા હતી. મહેમૂદ સાથે જોની વોકર, ધૂમાલ, આગા જેવા ઘણા કોમેડીયન કલાકારો હતા. તેમના ઉપર ફિલ્માંકન થયેલા ગીતો ખુબ જ સુંદર હતા. એ ફિલ્મોમાં હિરો સાથે કોમેડીયનનું પણ મહત્વ હતું. ઘણી સફળ ફિલ્મો તેની તાકાત કે અભિનયથી બોકસ ઓફીસ ઉપર સફળ નીવડી હતી. ફિલ્મ જગતમાં આવી જ એક જોડી હતી. મહેમૂદ અને શોભા ખોટેની જેણે સાડાત્રણ દાયકા ફિલ્મ જગત ઉપર રાજ કર્યુ.કોમેડિયન મહેમૂદનું અસલ નામ મહમૂદ અલી હતું. તેઓ ફિલ્મ જગતમાં કોમેડિયન અભિનેતા, ગાયક, નિર્માતા નિર્દેશક તરીકે ખુબ જ સફળ રહ્યા હતા. તેમનો જન્મ ર9 સપ્ટેમ્બર 1932માં મુંબઇ ખાતે થયો હતો. જયારે અવસાન ર3 જુલાઇ 2004 ના રોજ 71 વર્ષે ઊંઘમાં જ એટેક આવવાથી થયું હતું. તેના નાનાભાઇ અનવરઅલી પણ ફિલ્મ લાઇનમાં હતા. બન્ને સાથે બોમ્બે ટુ ગોવામાં જોવા મળ્યા હતા. બોલીવુડની જાણીતી નર્તકી મીનુ મુમતાઝ તેની બહેન હતી. તેમના નજીકના સગામાં અલી અમરોહી તેમજ જાણીતી અભિનેત્રી મીનાકુમારી તેના સાળી થતાં હતા.

મેહમુદે ફિલ્મ જગતમાં કોમેડિયનની ભૂમિકા વધુ ભજવી હતી. તેમણે 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મહેમૂદનું નામ રપ વખત ફિલ્મ ફેર એવોર્ડ માટે નામાંકન થયેલ જયારે સહાયક અભિનેતા તરીકે તેમણે છ વખત એવોર્ડ જીત્યો હતો. આજના ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચન સહિતના ફિલ્મ સ્ટારોને તેના પ્રારંભકાળમાં તમામ મદદ કરીને સહાયભૂત થયા હતા. ફિલ્મ જગતમાં સારી ચાહના મેળવી હતી. ડાન્સીંગમાં નિપૂર્ણ મુમતાઝ અલીને આઠ પુત્રો હતા. તેમાં મહેમૂદ એક હતા. પિતા 1940 થી 1950 ના દશકામાં સિનેમાના બહુ મોટા સિતારા હતા. મહેમુદને એક મોટી બહેન અને છ નાના ભાઇ-બહેન હતા.

મહેમુદે પ્રારંભ કાળમાં નોકરી કરી હતી. પોલ્ટ્રી ઉત્પાદન વેચાણ સાથે નિર્દેશક પી.એલ. સંતોષીના ડ્રાઇવર તરીકે પણ કામ કર્યુ હતું. જેને કારણે જ તેના પુત્ર જાણીતા નિર્માતા રાજકુમાર સંતોષીએ તેમને અંતિમ સમયમાં અંદાજ અપના અપના (1994) માં ફિલ્મમાં રોલ આપ્યો જે મહેમૂદની છેલ્લી ફિલ્મ હતી. મહેમુદના મોટાભાગના ગીતો જાણીતા ગાયક કલાકાર મન્નાડે એ ગાયા હતા. જે લગભગ બધા જ સફળ રહ્યા હતા. મીનાકુમારીને ટેબલ ટેનીસ મહેમૂદે શીખવ્યું હતું.

મીનાકુમારીની નાની બેન  મધુ સાથષ  લગ્ન કર્યા હતા.  મહેમુદ  ને એક પુત્ર હતો આજ ગાળામાં 1956માં  આવેલી સી.આઈ.ડી. ફિલ્મમાં ખૂની ના રોલનું એક કિરદાર મળતા મહેમૂદે ફિલ્મ યાત્રા શરૂ કરી હતી.  આ ફિલ્મ બાદ મહેમૂદે અભિનય કલામાંજ આગળ વધવાનો  નિર્ણય કર્યો હતો. ૂપટછવી રતસો દોબીઘા જફમીન અને પ્યાસા   જેવી ફિલ્મોમાં નાનો  રોલ મળતા તેનો સિતારો ચમકવા લાગ્યો મહેમૂદ ફિલ્મ નાયકના  મિત્રની ભૂમિકામાં  બહુજ સફળ  થયા હતા. પાત્રમાં કોમેડીનો અંદાજ  આવવાથી તે ફિલ્મોનું  અગ્રીમ પાત્ર બનવા લાગ્યા હતા.અભિનેત્રી શોભાખોટે ઉપરાંત  સૌથી  કોમેડિયન  આઈ.એસ.જોહર અને અભિનેત્રી  અરૂણા ઈરાની સાથે ઘણી ફિલ્મોમાં અભિનય કરીને સારી  લોકપ્રિયતા મેળવી હતી. 1970ના ઉતરાર્ધમાં જગદીપ  અસરાની, પેટલ, દેવેન વર્મા અને કાદરખાન જેવા કોમેડિયન ફિલ્મોમા આવ્યા પછી તો  1989 થી 1999 વચ્ચે બહુ જ ઓછી ફિલ્મો કરી હતી. તેમનો પુત્ર લકીઅલી એક ગાયક  અને સંગીતકાર છે. જે ઘણી ફિલ્મોમાં  જોવા મળ્યો છે. મહેમૂદ ભારતીય ફિલ્મ  જગતમાં સૌથી સમ્માનિત અને જાણીતા  મનોરંજન કરનાર કલાકાર હતા. તેમના અભિનયથી  ઘણી ફિલ્મોમાં બોકસ ઓફીસ પર સફળ નીવડી  હતી.

આજના ઘણાં ફિલ્મ સ્ટારો જેવા કે અમિતાભ બચ્ચન સહિતનાને તેના પ્રારંભ કાળમાં મહમૂદે ઘણી મદદ કરી હતી. તેનો ભાઇ અનવર અલી અને બહેન મીનૂ મૂમતાઝ પણ ફિલ્મ લાઇનમાં અભિનય કરતાં હતા

તેમની યાદમાં  2013 પોસ્ટ વિભાગે  ટીકીટ જારી  કરી હતી.કિસ્મત ફિલ્મ (1943)માં નાના અશોક કુમારની બાલ કલાકાર તરીકે ભૂમિકા  ભજવી હતી. તેમની સફળ ફિલ્મોમાં સન્યાસી (1945), દો બીઘા જમીન (1953), નાસ્તિક (1954), નૌકરી (1954), સીઆઈડી (1956),  બારીશ (1957), પ્યાસા (1957), પરવરીશ (1958),  કેદી નંબર  911(1959), કાગઝકે ફૂલ (1959), છોટી બહન (1959),  મિયા બીબી રાજી (1960), મંઝીલ (1960), બાદમા શ્રીમાન સત્યવાદી છોટે નવાબપ , પ્યાસે પંછી,  સસુરાલ, દિલતેરા દિવાના હમરાહી, ઘર બસાકે દેખો, ભરોસા, ગ્રહસ્થી, જીંદગી, જીદી, બેટીબેટે, શબનમ ેવી અનેક અસફ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.મહેમૂદને ફિલ્મ ‘દિલ તેરા દિવાના’ ‘ઘર બસા કેદેખો’,  પ્યાર કિયે જા, વારિસ, પારસ, વરદાન માટે  ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. મહેમૂદે  1968 એન.સી. સિપ્પી  પડોશન, ફિલ્મ બનાવી હતી.  આ પહેલા  1965માં ‘ભૂતબંગલા’ ફિલ્મ નિર્માણ કરી હતી  1974 કુવારાબાપ ફિલ્મ નિર્માણ કરી જેની કવ્વલી ‘સજરહી ગલી મેરી’ આજે  પણ જાણીતી છે.  1976 ફમસાશં રતહેફમઉંણષ જીન્ની આર જોની નામની ફિલ્મ બનાવી હતી. મહેમૂદની હિટ ફિલ્મોમાં  લવ ઈન ટોકયો, મહેરબાન, નીલ કમલ, સાધુ ઔર શૈતાન, મેરી ભાભી, હમજોલી,  મેં સુંદર હુ, બોમ્બે ટુ ગોવા,  દોફૂલ, દૂનિયાકા મેલા, કુવારાબાપ, સબસે બડા રૂપૈયા જેવી ફિલ્મોની ગણના થાય છે.  મહેમૂદે  ફિલ્મમાં  નૃત્યકર્યું  ગીતો ગાયા, અભિનય   કર્યો એનાથી કોઈ ફર્ક  પડતો નથી. મહેમૂદે હંમેશા  એના દર્શકોને ડબલ હાસ્ય આપ્યું . કિશોરકુમાર  સાથે તેમણે   બહુ સારા સંબંધો હતા તેથી જ પડોશન ફિલ્મમાં  તેણે કામ કરેલ હતુ. જે બોલવુડની સૌથી શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ હતી.

 

હાસ્ય કલાકાર મહેમૂદ  ઉપર ફિલ્માંકન ગીતો

 

* એક ચતુર નાર કરકે શિંગાર…

* આવો ટવીસ્ટ્ કરો…

* હમ કાલે હે તો કયા હુએ  દિલવાલે હે…

* સબસે બડા રૂપૈયા…

* આરી… આજારે નિંદીયા…

* મુથુ કોડી કવ્વાડી હડા…

* સિંભજ રહી ગલી મેરી અમ્મા…

*મહેરે સિંસામને વલી ખીડકી મે…

*જાગો સોને વાલે જાગો…

* પ્યાર કી આગમે તનબદન જલ ગયા…

* જોડી હમારી  જમૈગા કેસે…

* તુ જ કો રખે રામ… તુજકો અલ્લાહ રખે…

* દો  દિવાને દિલ કે…

* મેરી પત્ની મુજકો સતાતી હૈ….

* મે રીક્ષાવાલા … મે રીક્ષા વાલા….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.