Abtak Media Google News

પહેલા અવશ્ય પ્લાઝમા/રકતદાન કરવા આગળ આવે: ડો. કૃપાલ

રાજય સરકારના આરોગ્ય વિભાગ સહિતના તમામ વિભાગો અને સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓ સહિતના તમામ લોકો દિવસ રાત આ મહામારીમાંથી રાજય અને દેશને મુકત કરવા તનતોડ મહેનત કરી રહયા છે. આવે સમયે કોરોના દર્દીની સચોટ સારવાર થાય તથા તે કોરોના મૂકત બને તે માટે તમામ ઉપાયો કરાઇ રહયા છે. કોરોનાની સારવારમાં આવી જ એક સહાયક થેરાપી છે પ્લાઝમા થેરાપી, કોરોના મુકત બનેલ કોરોનાના દર્દીઓનું પ્લાઝમા ક્રોસ ચેકીંગ કર્યા બાદ અનુકુળ હોય અને કોરોના દર્દીને આપવામાં આવે તો તે કોરોનાની સારવારમાં અત્યંત અસરકારક  બની રહે છે.

Plazma Story Savan M. Nakrani

તા. 02/05/21ના રોજ કોરોના મૂકત બનેલ રાજકોટમાં જ મેડીકલ સ્ટોરમાં કામ કરતા 33 વર્ષીય યુવાન સાવન મનસુખભાઇ નાકરાણીને પંદર દિવસ પહેલા મેડીકલની દુકાનમાં કામ કરતો હતો ત્યારે ગળામાં બળતરા અને ત્યારબાદ શ્વાસમાં લેવામાં મુશ્કેલી જેવું જણાતા તુરત લેબોરેટરી ચકાસણી કરાવી વઘુ સારવાર માટે રાજકોટની સાકેત હોસ્પીટલ ખાતે તા.25/04/21ના રોજ સાકેત હોસ્પટલ ખાતે દાખલ થઇ ગયેલ કોરોનાની સારવારમાં દવાઓ અને સુપોષીત આહાર સાથે પ્લાઝમા થેરાપી અત્યંત ઉપયોગી બની છે. કોરોના સામે જાગૃતી સાથે સત્વરે ચેકઅપ કરાવી સધન સારવાર મળતા હું કોરોનાથી મુકત બન્યો છુ. આ માટે મને પ્લાઝમા ડોનેટ કરનાર અનામી દાતાનો પણ હું ખુબજ આભારી છું.  આ તકે તેઓ કોરોના મુકત બનેલ દર્દીઓને અપીલ કરતા જણાવે છે કે કોરોના મૂકત બન્યા બાદ  અન્ય કોરોના દર્દીઓને બચાવવા અવશ્ય પ્લાઝમા ડોનેટ કરી સહાયક બને.

કોરોનાની સારવારમાં મને દવાઓ સાથે પ્લાઝમા થેરાપી અત્યંત ઉપયોગી બની છે: મનસુખભાઇ નાકરાણી

ગત ઓગષ્ટ માસથી સીવીલ હોસ્પીટલ ખાતે કાર્યરત બનેલ પ્લાઝમા થેરાપી માટે પ્લાઝમા ડોનરના પ્લાઝમા એકત્ર કરવાના સેન્ટર ખાતે ફરજ બજાવતા પેથોલીજીસ્ટ ડો. કૃપાલ આ અંગે જણાવે છે કે રાજકોટ ખાતેના ત્રણ શિફટમાં કાર્યરત પ્લાઝમા યુનીટ ખાતે મેડીકલ ઓફીસર અને ટેકનીકલ સ્ટાફ સહિતના કર્મચારીઓ દ્વારા રોજના 10 થી 15 જેટલી પ્લાઝમા બેગ કોરોના લાભાર્થીના જરૂરી ટેકનીકલ ક્રોસ ચેકીંગ બાદ ઇસ્યુ કરવામાં આવે છે. કોરોનાની રસી લીધા બાદ 28 દિવસ સુધી પ્લાઝમા/રકત ડોનેટ કરવું અશકય હોવાથી તેઓ વધુમાં જણાવે છે કે, કોરોનાની પ્રથમ લહેરમાં કોરોના મુકત બનેલ દર્દીઓ રસીકરણ પહેલા પ્લાઝમા/ રકતદાન કરે તે કોરોના સારવાર માટે અત્યંત ઉપયોગી બની રહેશે. હાલ રાજકોટ પ્લાઝમા ડોનર ગૃપ અને પોલીસ કમિશ્નરની આગેવાની હેઠળ પાોલીસ કર્મીઓનું પણ પ્લાઝમા ડોનેટ ગ્રૃપ પ્લાઝમા ડોનર કરવા સતત તત્પર રહે છે. કોરોના મુકત બનેલ દર્દીઓએ પણ પ્લાઝમા ડોનેટ કરવા તત્પરતા દાખવી સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી નિભાવવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.