Abtak Media Google News

અંતે નવા આઇટી નિયમો મુજબ નોડલ ઓફીસરની નિમણુંક કરવા

આજના ૨૧મી સદીના આધુનિક યુગમાં ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વગર તો ચાલે જ નહીં તેમ એક ડિજિટલી વાતાવરણ ઉભુ થઈ ગયું છે. જાણે ઇન્ટરનેટ સેવા પણ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુ બની ગઈ હોય તેમ રાત-દિવસ યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રચ્યા પચ્યા રહે છે. એવામાં આ માધ્યમોના દુરુપયોગની શક્યતા પણ અનેક ગણી વધી જાય છે આથી આ પ્લેટફોર્મ થકી ફેલાતા ફેક ન્યુઝ, અસ્લીલ માહિતીઓ પ્રસારિત થતી રોકવા ખૂબ જરૂરી બની ગયું છે. સોશિયલ મીડિયાના આ વાયરલ “વાયરસ”ને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે વિરુદ્ધ ગુગલ, ફેસબુક અને વોટ્સએપે ધમપછાડા કરી, વોટ્સએપે તો મામલો કોર્ટ સુધી પહોંચાડ્યો છે.

પરંતુ આ સામે માહિતી અને પ્રસારણ મંત્રાલયએ લાલ આંખ કરતા સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે ભારતમાં કામ કરવું છે તો  અહીંના જમીની નિયમો માનવા જ પડશે !! સરકારના આ  આકરા વલણ સામે અંતે સોશિયલ મીડિયા દિગજજો ઘુંટણીઈભેર આવી ગયા છે અને નવા નિયમો મુજબ ભારતમાં નોડલ ઓફિસરની નિમણુક કરવા વોટ્સએપ, ફેસબુક અને ગૂગલ તેમજ શેરચેટ, ટેલિગ્રામ, કુ અને લીંકડ ઈન એમ સાત પ્લેટફોર્મે સહમતી દાખવી છે.

આ ૭ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કેન્દ્ર સરકારને તેમના નોડલ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારીઓના નામ મોકલવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કંપનીઓએ તેમના મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ સંપર્ક વ્યક્તિ અને નિવાસી ગ્રીવ્સ અધિકારીની નિમણૂક અંગે સરકારને માહિતી આપી છે. જો કે, ટ્વિટરએ અત્યાર સુધી ફક્ત તેના વકીલનું નામ જ શેર કર્યું છે. ટ્વિટરની ઉડાઉડ કરતી “ચકલી” હજુ નીચે આવી ન હોય તેમ સંપૂર્ણપણે સરકારને સહમતી દાખવી નથી અને વિગતો મોકલી નથી.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ૩ અધિકારીઓ- મુખ્ય પાલન અધિકારી, નોડલ સંપર્ક વ્યક્તિ અને નિવાસી ફરિયાદ અધિકારીની નિમણૂક કરવી. તેઓએ ફક્ત ભારતમાં જ રહેવું. તેમના સંપર્ક નંબરો એપ્લિકેશન અને વેબસાઈટ પર પ્રકાશિત કરવા. તેમજ ફેક ન્યુઝ, ગેરમાન્ય ક્ધટેન્ટ અને પોસ્ટને હટાવવી, સ્ત્રીના માન સન્માનને હાનિ પહોંચાડતી પોસ્ટ, કમેન્ટ ૨૪ કલાકમાં હટાવી દેવા ઉપરાંત દર મહિને સરકારને રિપોર્ટ સોંપવા જેવી મહત્વની માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.