Abtak Media Google News

ઉડવાની ક્ષમતા ધરાવતું એક સસ્તન વર્ગનું પ્રાણી એટલે ચામચિડિયુ.પૃથ્વી પર કુલ સસ્તન પ્રાણીઓનાં ચોથા ભાગના તો ફક્ત ચામાચિડિયાં જ છે.  કોરોના વાયરસ કંઈ રીતે ઉત્પન્ન થયો છે તેની કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી પરંતુ વિશ્વના કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા એવુ કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના વાયરસ વુહાન વાયરોલોજી લેબમાં બન્યો છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ખતરનાક વાયરસ ચામાચીડિયાને કારણે ફેલાયો છે. આ વાતને કારણે લોકોમાં દોઢ વર્ષથી ચામાચીડિયાને લઈને ભય જોવા મળી રહ્યો છે. આ ખતરનાક વાયરસ ફેલાયો હોવા છતા ચામાચીડિયા આપણા માટે ખૂબ જ જરૂરી છે.તો જાણીયે શા માટે ચામાચીડિયા આપણા માટે ઉપયોગી છે:

લોકો એમ માને છે કે ચામાચીડિયા આસપાસ હોય તો એ અશુભ થશે અથવા તો કંઈક કાર્ય ખરાબ થવાની સંભાવના છે આવા અનેક કારણોને કારણે ચામાચીડિયા ને પસંદ કરતું નથી ચામાચીડિયા દ્વારા ઘણા રોગ ફેલાયા છે જેમ કે ઈબોલા, સાર્સ અને કોરોના વગેરે. પરંતુ ચામાચીડિયા જૈવ વિવિધતામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ચામાચીડિયા ખતમ થઈ જશે, તો દુનિયા પર મોટુ જોખમ આવી શકે છે.

ચામાચીડિયાની કેટલીક પ્રજાતિઓ જીવજંતુ નહીં, પરંતુ ફૂલ-છોડનું સેવન કરે છે. આ પ્રકારે એક છોડના બીજ બીજી જગ્યા પર લઈ જઈને ક્રોસ-પોલિનેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે લ. આ કારણોસર પાકનું ઉત્પાદન સારુ થાય છે. ફૂલ-છોડનું સેવન કરતા ચામાચીડિયા ક્રોસ-પોલિનેશનમાં 95% સુધીનું યોગદાન આપે છે. કેળાના ઉત્પાદનમાં પણ ચામાચીડિયા અસરકારક ભૂમિકા ભજવે છે.

ચામાચીડિયા ની આશરે 1400થી વધુ પ્રજાતિઓ છે. ચામાચીડિયાઓ ફૂલોમાંથી પોતાના ખોરાક મેળવે છે અને બીજનો ફેલાવો કરે છે જેના દ્વારા એકબીજાની પરાગરજ બીજા સ્થળે તેઓ પ્રકૃતિનું પણ ધ્યાન રાખે છે.યુએસ ફિશ એન્ડ વાઈલ્ડલાઈફ સર્વિસે (U.S. Fish and Wildlife Service) આ અંગે જાણકારી આપે છે. ચામાચીડિયા ખેતરોને નુકસાન કરતા જીવજંતુઓને ખાઈને દર વર્ષે 1 અરબથી વધુ કિંમતના અનાજનો બગાડ થતા અટકાવે છે. ચામાચીડિયા દર કલાકે 1,000થી જીવજંતુઓને ખાઈ જાય છે.

ફૂલ-છોડનું સેવન કરીને તેના બીજનો ફેલાવો કરે છે. આ રીતે નષ્ટ પામી રહેલ જંગલને ફરીથી ઊભા કરી શકાય છે. એશિયાઈ ઉષ્ણ-કટિબંધીય જંગલોને ફરીથી ઊભુ કરવામાં ચામાચીડિયા મહત્વનું કામ કરી રહ્યા છે. ફ્રૂટ-ઈટિંગ ચામાચીડિયા આફ્રિકી વુડલેન્ડમાં અસરકારક સાબિત થયા છે. આફ્રિકી વુડલેન્ડમાં 800 હેક્ટર જંગલને ફરીથી હરિયાળુ બનાવવવામાં આવી રહ્યું છે.

ચામાચીડિયા જાણીજોઈને માનવવસ્તીમાં વસવાટ નથી કરી રહ્યા. ચામાચીડિયા સામાન્ય રીતે ગુફા અને અંધારી જગ્યાઓમાં રહે છે. માનવ હવે દરેક જગ્યા પર પહોંચી રહ્યો છે અને ચામાચીડિયાના વસવાટને દૂર કરી રહ્યો છે. આ કારણોસર ચામાચીડિયાથી થતી બીમારીઓ આપણા સુધી પહોંચી રહી છે.તેથી જો આપણે આપણાં પ્રાણીઓની માવજત કરશું તો આપણે અને પ્રાણીઓ અને સ્વસ્થ અને સુરક્ષિત રહી શકશુ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.