Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે દોઢ વર્ષથી પણ ઓછો સમય ગાળો બચ્યો છે.ત્યારે મહાપાલિકાની ચૂંટણીમાં જે રીતે ભાજપની જાજરમાન જીત થવા પામી છે તે રીતે જ રાજકોટ શહેરની વિધાનસભાની ચારેય બેઠકો પર ફરી એકવાર કમળ ખીલે તે માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી દ્વારા આજે શહેરના તમામ ૧૮ વોર્ડના પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ મેયર,પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ નગરસેવકોને વોર્ડ પ્રભારી બનાવી સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

 પૂર્વ મેયર,ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરોને હવે વોર્ડ પ્રભારીની જવાબદારી: મનુભાઈ વઘાસીયા, દિનેશભાઈ કારીયા અને હસુભાઈ ચોવટીયાના વૉર્ડ ફર્યા

Prbhari New 21

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુર જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ સાંસદ વિનોદભાઇ ચાવડા સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ આજે શહેરના ૧૭ વોર્ડના પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં વોર્ડ નંબર ૧ ના પ્રભારી તરીકે દિલીપભાઈ પટેલ,વોર્ડ નં.૨ના પ્રભારી તરીકે મનુભાઈ વઘાસિયા,વોર્ડ નંબર 3 ના પ્રભારી તરીકે દિનેશભાઈ કરિયા, વોર્ડ નં.૪ ના પ્રભારી તરીકે દીપકભાઈ પનારા,વૉર્ડ નં.પાંચના પ્રભારી તરીકે રમેશભાઈ અકબરી,વોર્ડ નં.૬ના પ્રભારી તરીકે રમેશભાઇ પરમાર,વોર્ડ નં.૭ના પ્રભારી તરીકે પ્રતાપભાઈ વોરા,વોર્ડ નં.૮ના પ્રભારી તરીકે નીતિનભાઈ ભૂત, વોર્ડ નં.૯ના પ્રભારી તરીકે પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં.૧૦ના પ્રભારી તરીકે પ્રવીણભાઈ મારુ, વોર્ડ નં.૧૧ના પ્રભારી તરીકે રાજુભાઈ માલધારી,વોર્ડ નં.૧૨ના પ્રભારી તરીકે પ્રવીણભાઈ ઠુંમર, વોર્ડ નં. ૧૩ના પ્રભારી તરીકે રાજુભાઈ બોરીચા, વોર્ડ નં.૧૪ ના પ્રભારી તરીકે હસુભાઈ ચોવટીયા, વોર્ડ નં.૧૫ ના પ્રભારી તરીકે ઝીણાભાઈ ચાવડા, વોર્ડ નં.૧૬ ના પ્રભારી તરીકે પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, વૉર્ડ નં.૧૭ના પ્રભારી તરીકે શૈલેષભાઈ પરસાણા અને વોર્ડ નં.૧૮ ના પ્રભારી તરીકે જીગ્નેશભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે. મનુભાઈ વઘાસીયા અગાઉ વોર્ડ નંબર ૩ના પ્રભારી હતા.તેઓને વોર્ડ નંબર ૨ ના પ્રભારી બનાવાયા છે.જ્યારે દિનેશ કારિયાને વોર્ડ નં.૧૦ માંથી વોર્ડ નં.૩ ના પ્રભારી અને હસુભાઈ ચોવટીયાને વોર્ડ નં.૧૧ માંથી વોર્ડ નં.૧૪ ના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

નવનિયુક્ત વૉર્ડ પ્રભારીઓને સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ,મેયર ડો.પ્રદીપ ડવ,પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે.વૉર્ડ પ્રભારી પોતાના વોર્ડમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે કામ કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.