Abtak Media Google News

ઉપલેટા મામલતદાર મહાદવીયાએ ગઇરાત્રે લાઇમ સ્ટોન ચોરીના અલગ અલગ જગ્યાએથી ત્રણ ટ્રકને ઝડપી પાડી પોલીસને સોંપી દીધા છે.મળતી માહીતી પ્રમાણે તાલુકાના ભાંખ અને મોજીરા રોડ ઉપર રાત્રે બે ફામ લાઇન સ્ટોનની ચોરી થાય છે તેવી મળેલી બાતમી આધારે મામલતદાર ગોવિંદસિંહ મહાવદિયા સહિતની ટીમ ત્રાટકતા તપાસ દરમ્યાન ટ્રક નંબર જીજે 11 એવી 5564 ટ્રક નંબરશ જીજે 10 એકસ 9218 નો 10 કી.મી. સુધી પીછો કરી બન્ને ટ્રકમાં 17-17 ટન ગેરકાયદેસર ભરેલ મોરમ સાથે ઝડપી લઇ કુલ 14,56,000 નો મુદામાલ સીઝ કરી પોલીસને હવાલે કર્યો હતો.

જયારે બીજા બનાવમાં જામજોધપુર તાલુકાના અમરાપુર ગામેથી જીજે 11 ઝેડ 9699 નબરનો ટ્રક ખોટી રીતે રોયલ્ટી બનાવી તાલુકાના કુઢેચ ગામે મોરમ પહોંચી રહ્યાનું જણાતા તપાસ કરતા તંત્રને આંખમાં ધૂળ નાખવા માટે જામજોધપુરના અમરાપુર  ગામેથી છેક પ00 કી.મી. દુર જગાભાઇના નામે ગોધરા જીઉ પંચમહાલ ખોટી રોયલ્ટી બનાવવાનું માલુમ પડયું હતું.

સમઢીયાળા ગામે ટ્રકને રોકી લાઇમ સ્ટોન ટન 26 ના જથ્થા સાથે કિમત રૂ. 7લાખ 18 નો મુદામાલ સીઝ કરી પાટણવાવ પોલીસને સોંપી આપ્યો હતો. આ કામગીરીમાં નાયબ મામલતદાર રામભાઇ કંડોરીયા રેવન્યુ તલાટી મહેશભાઇ કરંગીયા, રાહુલભાઇ સોલંકી સહિત સ્ટાફ જોડાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે જુગારી માટે શહેર તાલુકાનું નામ આખા ગુજરાતમાં સલામત ગણાતું હતું. તેમ આજે લાઇન સ્ટોન તેમજ રેતીની ખનીજ ચોરીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સલામત  ગણાય છે. જે કામ ભાયાવદર, ઉપલેટા, પાટણવાવ પોલીસને કરવાનું હોય છે તે ખનીજ ચોરી મામલતદાર દ્વારા પકડી પાડતા લોકોમૌ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

મામલતદાર મહાવદીયાનો અનુભવ કામ કરી ગયો

લાઇમ સ્ટોન અને રેતી ખનીજ ચોરી દ્વારા તંત્રને આંખમાં ધુળ નાખવાના અનેક પ્રયાસો થતા હોય છે. ગઇકાલે છેક પ00 કી.મી. દુરની રોયલ્ટી પાસ બનાવી મોસમનું વેચાણ પ0 કી.મી.ની અંદર થતું હતું. આમ કરવાથી એક પાસમાં દશ ગાડી મોરમની ચોરી કરી બારોબાર ધકેલાય જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.