Abtak Media Google News

25 ટકા રકમ એટલે કે 62.50 કરોડ રાજ્યની નગરપાલિકા અને 187.50 કરોડ મહાનગરપાલિકાઓ માટે ફાળવાયા

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે રૂપિયા 250 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવાની સિદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 250 કરોડ રૂપિયાની આ વિશેષ જોગવાઈ માંથી 25 ટકા રકમ એટલે કે 62.50 કરોડ રાજ્યની નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે તથા 187.50 કરોડ મહાનગરપાલિકાઓ માટે ફાળવ્યા છે.

તદઅનુસાર અમદાવાદ મહાનગરપાલિકાને 70.50 કરોડ, સુરતને 56.25 કરોડ, વડોદરાને 21 કરોડ, રાજકોટને 18.75 કરોડ, ભાવનગર અને જામનગર પ્રત્યેકને 7.50 કરોડ, જૂનાગઢને 3.75 કરોડ તથા ગાંધીનગરને 2.25 કરોડની સૂચિત ગ્રાન્ટ ફાળવવાની  શહેરી વિકાસ વિભાગની દરખાસ્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ મંજૂર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.