Abtak Media Google News

આઝાદીનો અમૃત મહોત્સવ: ‘જન આશિર્વાદ યાત્રા’ના માઘ્યમથી જનાદેશ બની રહેશે: ભંડેરી-ભારદ્વાજ

સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ છવાશે: ફૂલોથી સ્વાગત રાસની રમઝટ સાથે વાતાવરણ દેશભકિતના ગીતોથી ગુંજી ઉઠશે

ત્યારે રાજકોટ મહાનગર ખાતે જન આશિર્વાદ યાત્રા માં  તા.19/8 ના એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે  એરપોટર્ંથી પ્રારંભ થશે અને શહેર ભાજપ ધ્વારા આ યાત્રાનું બેન્ડ,ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું શાનદાર સ્વાગત થશે ત્યારબાદ  રેેસકોર્ષ, કીસાનપરા  ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ,ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ સમાપન થશે ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાશે અને વિવિધ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં યાત્રાનું ભ્યાતિભવ્ય સન્માન કરશે અને જન આશિર્વાદ યાત્રા ને સત્કારવા જનસમુદાય સ્વયંભુ ઉમટી પડશે.

ત્યારે વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરાશે, બાળાઓ ધ્વારા રાસની રમઝટ મચાવાશે, સંતો-મહંતો આર્શિવચન પાઠવશે તેમજ વિવિધ કલાકારો પોતાની કલા પીરસશે. સમગ્ર રૂટ પર ભાજપના પાંચ હજારથી વધુ ઝંડા અને વીસ હજારથી વધુ ઝંડી લગાવી કેસરીયો માહોલ છવાશે.ત્યારે વિવિધ આગેવાનોને સભા, ઓડીટોરીયમ સોશ્યલ ડીસ્ટન્સ, સમાજ બેઠક વ્યવસ્થા, ડોકટર બેઠક વ્યવસ્થા, રૂટ સુશોભન, રૂટ પર બેનર હોડીંગ્સ, રૂટ પર સ્વાગત, વાહન વ્યવસ્થા અંતગર્ત જવાબદારીની સોંપણી કરાઈ છે.

ત્યારે આ જન આશિર્વાદ યાત્રા ખરા અર્થમાં જનમાનસના માનસપટ પર અંક્તિ થાય તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આ યાત્રાને શાનદાર રીતે સત્કારવા માટે શહેર ભાજપ ધ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ  રહયો છે.  ત્યારે આ જન આશિર્વાદ યાત્રામાં પ્રદેશ ભાજપ અગ્રણી અને યાત્રાના ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ સરવૈયા, સહઈન્ચાર્જ  ઝવેરીભાઈ ઠકરાર, મહેશભાઈ ક્સવાલા ના માર્ગદર્શન હેઠળ વિવિધ અગ્રણીઓ જવાબદારી સંભાળી રહયા છે.

ત્યારે આ અંગે વધુ માહિતી આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે તા.19ના ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશિર્વાદ યાત્રા એરપોર્ટથી પ્રારંભ થશે ત્યારે એરપોર્ટ ખાતે સ્ટેજ, ફુલની પાંખડી અને દેશભક્તિના ગીતોથી તેનુ ભ્યાતિભવ્ય સ્વાગત થશે ત્યારે એરપોર્ટ સામેના ગેઈટ ખાતે  ફુલોની પાંખડી થી સ્વાગત થશે અને સ્પોર્ટસના ખેલાડીઓ ઉપસ્થિત રહેશે,  અને વોર્ડ-1, વોર્ડ-ર તથા શહેર ભાજપ રમતગમત સેલ જવાબદારી સંભાળશે, ત્યારબાદ કીસાનપરા ચોક ખાતે ગરબી મંડળની બાળાઓ ધ્વારા રાસની રમઝટ બોલાવાશે, ફુલોની પાંખડી થી સ્વાગત થશે  અને વોર્ડ-3 તથા વોર્ડ-7 જવાબદારી સંભાળશે, ત્યારબાદ મહિલા કોલેજ ચોક ખાતે સાંસ્કૃતીક સેલ, આર્થિક સેલ, વોર્ડ-8 અને વોર્ડ-9 જવાબદારી સંભાળશે અને નામાંક્તિ કલાકારો પોતાની કલા પીરસશે,

ત્યારબાદ એસ્ટ્રોન ચોક ખાતે સી.એ. સેલ તથા શહેર યુવા ભાજપ જવાબદારી સંભાળશે, ત્યારબાદ વિરણી ચોક ખાતે ડોકટર સેલ, વેપાર સેલ તથા વોર્ડ-10 જવાબદારી સંભાળશે, ત્યારબાદ ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે બક્ષ્ાીપંચ મોરચો, વ્યવસાયીક સેલ તથા વોર્ડ-13 ના અગ્રણીઓ ઉપસ્થિત રહી જવાબદારી સંભાળશે, ત્યારબાદ સત્યવિજય આઈસક્રીમ ખાતે સાધુ-સંતો ઉપસ્થિત રહી આ જન આશિર્વાદ યાત્રાને આર્શિવચન પાઠવશે અને સહકારીતા સેલ અને વોર્ડ-11 જવાબદારી સંભાળશે, ત્યારબાદ બોમ્બે હોટલ ખાતે શિક્ષ્ાણ સેલ અને વોર્ડ-1ર જવાબદારી સંભાળશે, ત્યારબાદ લોધાવાડ ચોક ખાતે લીગલ સેલ અને બૌધ્ધિક સેલ જવાબદારી સંભાળશે, ત્યારબાદ ભુતખાના ચોક ખાતે સફાઈ કામદાર સેલ અને વોર્ડ-17 જવાબદારી સંભાળશે, ગુંદાવાડી ખાતે ગૌ સંવર્ધન સેલ અને વોર્ડ-14 ના આગેવાનો જવાબદારી સંભાળશે, ત્યારબાદ જિલ્લા ગાર્ડન ચોક ખાતે શહેર ભાજપ લઘુમતી મોરચો તેમજ વોર્ડ-16 અને

વોર્ડ-18ના અગ્રણીઓ જવાબદારી સંભાળશે, ચુનારાવાડ ચોક ખાતે માલધારી સેલ, શહેર ભાજપ અનુ.જાતી મોરચો અને વોર્ડ-1પ જવાબદારી સંભાળશે, ભાવનગર રોડ શાળા નં.13 સામે જયસિયારામ ગ્રુપ જવાબદારી સંભાળશે, પટેલ વાડી ખાતે ઈમીટેશન માર્કેટ અને વોર્ડ-6 સન્માનની જવાબદારી સંભાળશે, ત્યારબાદ બાલક હનુમાન ખાતે ભાષાભાષી સેલ, વોર્ડ-4, વોર્ડ-પ અને સીલ્વર એશોશીએશન સ્વાગતની જવાબદારી  સંભાળશે, ત્યારબાદ ઓડીટોરીયમ ખાતે પુરૂષાર્થ યુવક મંડળ, શાળા સંચાલકો, રાજપુત કરણી સેના ના અગ્રણીઓ સ્વાગતની જવાબદારી સંભાળશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે કાર્યર્ક્તા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, ત્યારબાદ પંડીત દીનદયાલ કોમ્યુનીટી હોલ ખાતે પટેલ સમાજની બેઠક માં ઉપસ્થિત રહેશે, ત્યારબાદ અટલ બીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે ડોકટરો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. અને ત્યારબાદ ગોંડલ ચોકડી રવાના થઈ  જન આશિર્વાદ યાત્રા ખોડલધામ તરફ પ્રસ્થાન કરશે. એમ અંતમાં વિગતો આપતા કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું.

જનઆશિર્વાદ યાત્રા અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ

આ બેઠકમાં કમલેશ મિરાણીએ માર્ગદર્શન આપતા જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી માન. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે જન આશિર્વાદ યાત્રાનું શહેર ભાજપ ધ્વારા શાનદાર સ્વાગત થશે ત્યારબાદ  રેેસકોર્ષ, કીસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ,ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ સમાપન થશે ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાશે ત્યારે આ જન આશિર્વાદ યાત્રા અંતગર્ત યુવા મોરચાના કાર્યર્ક્તાઓને વિવિધ જવાબદારીઓની સોંપણી કરાઈ હતી.

કેન્દ્રીય મંત્રીના સ્વાગત માટે અનુ. જાતિ બક્ષીપંચ મોરચાની તડામાર તૈયારી

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ‘જન આશીર્વાદ યાત્રા’ના સ્વાગત માટે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચના પ્રમુખ ઉદયભાઇ કાનગડના માર્ગદર્શન મુજબ તથા અનુ.જાતિ મોરચના જીલ્લા અઘ્યક્ષ મનોજભાઇ રાઠોડની રાહબરી હેઠળ કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે.

જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભા, મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, મહામંત્રી નવીનપરી ગોસ્વામી તેમજ અનુ.જાતિ મોરચાના જીલ્લા અઘ્યક્ષ મનોજભાઇ રાઠોડ તથા મહામંત્રી લાલજીભાઇ આઠું, મહેશભાઇ વાણીયા દ્વારા જન આશીર્વાદ યાત્રા ને આવકારવા માટે યાત્રા રૂટ અને કાર્યક્રમ સ્થળ પર બેનલ અને હોડિગ્સ લગાવવામાં આવી રહ્યા છે.

‘જન આશિર્વાદ યાત્રા’ ના શાનદાર સ્વાગત માટે પ્રચાર-પ્રસાર કાર્ય પુરજોશમાં

જન આશીર્વાદ યાત્રા નું ભ્યાતિભવ્ય સ્વાગત કરવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર કાર્ય વેગવંતુ બનાવાયું છે ત્યારે આ જન આશીર્વાદ યાત્રાને આવકારતા સ્ટીકર વિવિધ ભાજપ અગ્રણીઓના ફોર વ્હીલર વાહન પર લગાડવામાં આવ્યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ જીલ્લાના ભાજપના પ્રભારી રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોશી, ડો. દર્શીતાબેન શાહ, દલસુખ જાગાણી સહીતના ઉ5સ્થિત રહ્યા હતા.

જન આશિર્વાદ યાત્રાને આવકારવા વકીલોને ઉમટી પડવા લીગલ સેલની અપીલ

રાજકોટ સહિત રાજયભરમાં કેન્દ્રીય મંત્રીઓનાં વડપણ હેઠળ તમામ વિધાનસભાને આવરી લેતી જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા રાજકોટના લોધાવડ ખાતેથી ગૂરૂવારથી પ્રારંભ થવાનો છે. ત્યારે ભાજપ લીગલ સેલ દ્વારા યાત્રાના આવકારવા અને નવનિયુકત આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત કરવામાં આવશે. આ તકે સીનીયર એડવોકેટ જયદેવભાઈ શુકલા, લલીતસિંહ શાહી, અનિલભાઈ દેશાઈ, જી.આર. ઠાકર, બળવંતસિંહ રાઠોડ, દિલીપભાઈ પટેલ, બાર.ના પ્રમુખ બકુલભાઈ રાજાણીએ તમામ બારના હોદેદારો અને સીનીયર જુનીયર એડવોકેટએ ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.