Abtak Media Google News

હાઇ-વે પર લીફટ આપવાના બહાને….

એલસીબીએ જામકંડોરણા અને બાવળાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો: કાર અને ધરેણા મળી રૂ.1.80 લાખનો મુદામાલ કબજે

અબતક-રાજકોટ

રાજયના ધોરી માર્ગ પર એકલી નીકળી યુવતિઓને લીફટ આપ્યા બાદ કોલ્ટ્રીકસમાં કેફી પીવું પીવરાવી બેભાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમની ઉઠાતરી કરતી ગેંગના બે શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાંચે મેટોડા પાસેથી ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા જામકંડોરણા અને બાવળાના બે ગુનાનો ભેલ ખુલ્યો છે. જયારે પોલીસે સેન્સ કાર અને દાગીનના મળી રૂ. 1.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં કારમાં લીફટ આપી કેફી પીણુ પીવડાવી બેભાન કરી રોકડ અને સોનાના ધરેણાની ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની જીલ્લા પોલીસ વડા બલરામ મીણાને ઘ્યાને આવતા આ ગુનાઓ અટકાવવા અને વણઉકેલ ગુનાઓને ઉકેલવા આપેલી સુચનાને પગલે એલ. સી.બી. ના પી.આઇ. એ.આર. ગોહિલ સહીતનો સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.પેટ્રોલીગ દરમ્યાન મુળ કચ્છના લાલખાપર ગામના વતની અને હાલ રાજકોટ સાધુ વાસવાણી રોડ ગુરુજી સોસાયટીમાં રહેતો અજય ઉફુે અર્જુન ભીખુભા સોઢા અને ધ્રોલ તાલુકાના રાજપર ગામનો અને જામનગર નવાગામ ઘેડ આનંદ સોસાયટીમાં રહેતો બલભદ્રસિંહ ઉફેૈ ડગો પથુભા જાડેજા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં ગુના કરવાના ઇરાદે કારમાં રખડતા  હોવાની હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા અને નિલેશભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે  બન્ને શખ્સોની અટકાયત કરી તલાસી લેતા તેના કબ્જામાંથી સોનાના ધરેણા ચાર મોબાઇલ, કાર અને બેભાન કરવાનો પાઉડર મળી રૂ. 1.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

ઝડપાયેલા બન્ને શખ્સોની પ્રાથમિક તપાસમાં ચાર દિવસ પૂર્વ જામકંડોરણા પાસે જસાપર ગામની મહીલાને લીફટ આપવાના બ્હાને કારમાં બેસાડી ઠંડા પીણામાં ધેની પદાર્થ પીવડાવી સોનાના ધરેણા અને રોકડાની ઉઠૌતરી કર્યાની કબુલાતઆપી હતી.

ઝડપાયેલા અજય ઉર્ફે અર્જુન સોઢાએ બલભદ્ર ઉફેૂ ડુગો અને રાજકોટના સાધુવાસવાણી રોડ પર ગુરુજીનગરમાં રહેતી શાળાના સમીશ કાદરીની મદદથી બાવળા પાસે મહિલાને કારમાં લીફટ આપવાના બ્હાને બેભાન બનાવી સોનાના ધરેણા, રોકડા અને મોબાઇલ ચોરી કર્યાની કબુલાત આપી હતી.અજય ઉર્ફે અર્જુન સોઢા સામે શાપરમાં લુંટ, મીઠાપુરમાં ચોરી અને જામનગર ખાતે ચોરીના ગુના નોધાયા છે. જયારે બલભદ્રસિંહ ઉફેૂ ડુગો જાડેજા સામે પ્ર.નગર મા અપહરણ અને અંજાર પોલીસ મથકના ચોપડે મારમારીના ગુના નોંધાયા છે.

પોલીસે બન્ને શખ્સો સામેગુનો નોંધી અન્ય કોઇને શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તેમજ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.આ કામગીરી પી.આઇ. એ.આર. ગોહિલ, પીએસઆઇ એસ.જે. રાણા, એએસઆઇ મહેશભાઇ જાની, સ્ટાફ અમિતસિંહ જાડેજા, રવિદેેવવભાઇ નૈમીશભાઇ મહેતા અને ઘનશ્યામસિંહ જાડેજાની સહીત સ્ટાફ બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.