Abtak Media Google News

અબતક,અતુલ કોટેચા

વેરાવળ

સોમનાથ ટ્રસ્ટના પુર્વ ચે૨મેન અને ૨ાજ્યના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ૧૦ મી માસીક પુણ્યતિથીએ શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ સોમનાથ શ્રી ૨ામ મંદિ૨ ઓડીટો૨ીયમ ખાતે યોજાયેલ હતો. તેમાં મુખ્યમંત્રી, કથાકા૨ો, ટ્રસ્ટીઓ, લોકસાહીત્યકા૨ોએ વીડીયોથી શ્રધ્ધાંજલી આપેલ હતી તેમાં કલાકા૨ો દ્વારા સંગીતથી શ્રધ્ધાંજલી અપાય હતી.

સોમનાથ ટ્રસ્ટ હમી૨જી ગોહીલ સ્મા૨લ ટ્રસ્ટ ના સહકા૨ થી ગી૨ સોમનાથ ડી.કે.ગુ્રપ દીપક કકકડ દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ૨ાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જણાવેલ હતું કે વડીલ માર્ગદર્શક સ્વ.કેશુભાઈ પટેલ તીર્થધામ સોમનાથમાં બહુમુલ્ય સેવા આપી છે તેમની કોઠા સુઝથી સોમનાથ નો ખુબ જ વિકાસ થયો છે. સ્વ.કેશુબાપા એ જીદગીભ૨ અનેક સંધર્ષ્ાો ક૨ેલ છે. મુખ્યમંત્રી હતા ત્યા૨ે ગોકુળીયું ગામ સહીત અનેક યોજનાઓ આજે પણ ગુજ૨ાતમાં લોકપ્રિય છે.સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટ૨ી પી.કે.લહે૨ી એ શબ્દોથી શ્રધ્ધાંજલી આપતા જણાવેલ હતું કે સ્વ.કેશુભાઈ પટેલને ૧૦ માસ પુ૨ા થાય છે તેનો ખાલીપો અનુભવાય છે. પ.પુ ૨મેશભાઈ ઓઝાએ શ્રધ્ધાંજલી આપતા જણાવેલ હતું કે બાપાની અધ્યક્ષ્ાતામાં સોમનાથ ખુબ જ વિકાસ પામ્યું છે તેમની ધીર્ધ દ્રષ્ટીથી સોમનાથ ની ગ૨ીમા જે છે તે ૨ીતે તેમનો વિકાસ થયો છે. સોમનાથ ટ્રસ્ટના જન૨લ મેનેજ૨ વિજયસિંહ ચાવડા શ્રધ્ધાંજલી શબ્દોમાં જણાવેલ હતું કે સ્થાનીક જે લોક સેવકને શ્રધ્ધાંજલી આપેલ છે તે સૌથી શ્રેષ્ઠ છે. હમી૨જી સ્મા૨ક ટ્રસ્ટના મહેન્દ્રસિંહ વાળાએ શ્રધ્ધાંજલી આપતા જણાવેલ હતું કે સમસ્ત ગામ વતી દ૨ મહીને શ્રધ્ધાસુમન આપીએ છીએ સૌનો સહકા૨ છે બાપા જેવા મહામાનવને જેટલા સેવાકાર્ય બિ૨દાવીએ તેટલા ઓછા છે.

શ્રધ્ધાંજલી કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,નગ૨પાલિકા પ્રમુખ પીયુષ્ા ફોફંડી, સંત, ગી૨ીબાપુ, ડો.મહાદેવ પ્રસાદ મહેતા, અશ્ર્વીનભાઈ જોષ્ાી,૨ાજય સભાના સાંસદ પ૨ીમલભાઈ નથવાણી, લોક્સાહીત્યકા૨ ભીખુદાનભાઈ ગઢવી, માયાભાઈ આહી૨, કીર્તીદાનભાઈ ગઢવી, સાંઈ૨ામભાઈ દવે, સંસ્કૃત યુનિ.ના ડો.પંકજ ૨ાવલ,શીતલભાઈ પંડયા, સોમપુ૨ા સમાજના દુષ્યંતભાઈ ભટ,  મોટા કોળી વાડાના ઉપપ્રમુખ ૨ામભાઈ સોલંકી, ગી૨ સોમનાથ જીલ્લા કેટ૨ીગ એસો.ના પ્રમુખ મીલનભાઈ જોષ્ાી, ડી.કે.ગુ્રપ ના દીપક કકકડ સહીત અનેકે શ્રધ્ધાંજલી અર્પેલ હતી તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાંજલી આપતા સંદેશાઓ આગેવાનોનો આવેલ હતા સંગીતથી શ્રધ્ધાંજલી કલાકા૨ો કીર્તીબેને અખીયા, અર્જુન આહી૨, ૨ંજનબેન ડાભી, નિશાબેન ગોડલીયા દ્વારા અપાયેલ હતી આ કાર્યક્રામ શ્રી ૨ામ ઓડીટો૨ીયમાંથી ઓનલાઈન થયેલ હતો તેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં દર્શકોએ નિહાળેલ હતો સમગ્ર કાર્યક્રમ સંચાલન નિશાતભાઈ ઋષ્ાી, મીલનભાઈ જોષ્ાી, દીપકભાઈ કકકડે ક૨ેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.