Abtak Media Google News

અબતક, સમીર વિરાણી
બગસરા

બગસરા તાલુકાના ઘનશ્યામ ગામના સરપંચ બગસરા ધોરાજી બસ વારંવાર ઇરાદાપૂર્વક બંધ કરી દેવામાં આવતા આ બાબતની ફરિયાદ લઈને બગસરા એસટી ડેપો મેનેજરને રૂબરૂ લેખિતમાં ફરિયાદ રજૂ કરવા જતા ડેપો મેનેજર સરપંચને સાંભળવાને બદલે ગાજવું શરૂ કરી દીધું.

ઘણા સમય થયા બગસરા ધોરાજી બસ બંધ કરી દેવામાં આવેલ હોય ઘંટીયાણ નવી જુની હળીયાદ ગામ ન વિદ્યાર્થી આશરે ૫૦ જેટલા આ બસમાં અપડાઉન કરતા હોય ત્યારે આ બસ બંધ થઈ જતા સરપંચ ગામના આગેવાન તરીકે તેમની રજૂઆત કરવા જતા તેમને પણ આ ડેપો મેનેજર દ્વારા રસ્તા પરિવર્તન કરીને અપમાનિત કરતા હોય છે

એટલું જ નહીં આ ડેપો મેનેજર ને ફોન કરવામાં આવે તો તે ફોન પણ પાડવામાં આવતા નથી ને ફોન ને નંબર ને બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવતા હોવાના અનેક દાખલા આવો પણ બનેલ છે એટલું જ નહીં ભૂતકાળમાં પણ આ ડેપો મેનેજરના ઉદ્ધતાઈ પરિવર્તનો એક વીડિયો પણ વાયરલ થયેલો છે

આ બાબતે અવારનવાર ફરિયાદ કરવા છતાં આ ડેપો મેનેજર ની બદલી શા માટે કરવામાં આવતી નથી તેવી ગામડાઓના સરપંચો માં લોક રોષની લાગણી જોવા મળી રહી છે આ બાબતે ગામડાના સરપંચો દ્વારા કક્ષાએ રજૂઆત કરવા માટેની તજવીજ હાથ ધરેલ છે તેમ સરપંચ ગ્રામ પંચાયત ઘંટીયાણ પ્રવીણ ભાઈ સાવલિયા ની યાદીમાં જણાવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.