Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા જૈન અગ્રણી મયુરભાઈ શાહે જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી તરીકે  વિજયભાઇ રૂપાણીનો કાર્યકાળ ગુજરાત માટે ગોલ્ડન પિરિયડ બની રહેશે. છેલ્લા  પાંચ વર્ષમાં તેમના પર એકપણ વ્યક્તિગત આક્ષેપ થયો નથી, કોઈ જ કલંક લાગ્યું નથી, રાજ્યમાં એકપણ આંદોલન થયું નથી :  મુખ્યમંત્રી પદેથી  તેમની વિદાય એ ગુજરાતની ખોટ ગણાશે.

મુખ્યમંત્રીપદેથી  વિજય રૂપાણીએ રાજીનામું ધરતા આખા ગુજરાતની પ્રજા સ્તબ્ધ છે બધા એક જ પ્રશ્ન પૂછે છે કે, શું ફરી આવા સાલસ, સરળ, કાર્યદક્ષ, નિર્વિવાદ, કર્મઠ, નિષ્કલંક મુખ્યમંત્રી મળી શકશે? વિજય રૂપાણીનો પાંચ વર્ષનો કાર્યકાળ ગુજરાત માટે ગોલ્ડન પિરિયડ ગણી શકાય.

તેમના પાંચ વર્ષના શાસનમાં ચિકકાર વિકાસકાર્યો થયા, કોરોના જેવી મહામારીમાં પણ તેમને વિકાસની ગાડી અટકવા દીધી નહી. કોરોનામાં એવી અભુતપુર્વ કામગીરી કરી કે સર્વોચ્ચ અદાલતે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તેની નોંધ લેવી પડી. આ પાંચ વર્ષ દરમિયાન એક પણ આંદોલન નથી થયું, એકપણ હુલ્લડ નથી થયા – જે સ્વયં એક સિદ્ધિ છે. આ ગાળામાં તેમના પર એકપણ કલંક નથી લાગ્યું. વિજયભાઈની મુખ્યમંત્રીપદ પરથી વિદાયએ ગુજરાતની જનતાને પડેલી મોટી ખોટ ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.