Abtak Media Google News

ભારતમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ મહત્વ સાથે માતાજીની આરાધના વૈવિધ્યતા પૂજન-અર્ચન, ભક્તિભાવથી કરવામાં આવે છે. અગાઉના બુજર્ગોએ ગરબીમાં ક્યારેય ધૂણવાનો રાસ જોયો ન હતો. વર્તમાન સમયે માનવમેદની એકઠી કરવા ગરબીના આયોજકો ધૂણવાનો રાસ રાખી કૌતુક ઉભું કરે છે. જેથી બાળાઓને અપંગતા, માનસિક હાનિ, દર્દનાક રોગને આમંત્રણ હોય આયોજકોને ધૂણવાના રાસને કાયમી તિલાંજલિ આપવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી અપીલ કરે છે. શરીરમાં ધૂણવું-સવારી આવવી મહાડિંડક સાથે માનસિક રોગના લક્ષ્ાણો છે.

ગરબીમાં ધૂણવાના રાસને તિલાંજલિ આપવા જાથાની અપીલ 

જાથાના રાજ્ય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં બાળાના વાલી જ ધૂણવાના રાસનો વિરોધ કરી, અળગા રહેવાનું પસંદ કરે તો ભવિષ્યમાં આ રાસ કાયમી બંધ થશે તેમાં બેમત નથી. ધૂણવાનો રાસ તમામ પ્રકારે બાળા માટે હાનિકારક હોય વાલીએ ચિંતન કરવું જરૂરી છે. જાથાના અવિરત પ્રયાસથી મોટાભાગના ગરબી સંચાલકોએ આ રાસ-ગરબા બંધ રાખવાનો નિર્ણય ર્ક્યો છે. બાળાને કાયમી અપંગતામાંથી બચાવવા વાલીએ જાગૃત થવાની જરૂર છે.

ગરબીમાં ધૂણવાનો રાસ દ્વારા કૌતુક ઉભુ કરી મેદની એકઠી, કરવાનો પ્રયાસ : શરીરમાં ધૂણવું, સવારી આવવી મહાડિંડક હોવાનું જણાવતા ડો.જયંત પંડ્યા 

ધૂણવાના રાસની પીડાદાયક કથનીમાં ગરબીમાં ધૂણવાના રાસ વખતે ગુગળ-અગરબત્તીનો ધુમાડો કરી વાળ ખુલ્લા રાખી ડોકું અનેક પ્રકારે હલાવવાનો પ્રયોગ કરવામાં આવે છે જેની સમયમર્યાદા નિશ્ર્ચિત હોતી નથી. ધૂણવાનો રાસ વખતે મોટો માનવસમુહ એકત્રિત થઈ જતો હોય છે. તેથી ડાક વગાડનાર રંગતમાં આવી રાસને લંબાવે છે તેથી ધૂણતી બાળાઓને વધુ પ્રમાણમાં ક્સરત, થાક, ધુમાડો અંગારવાયુ અને કાર્બન મોનોક્સાઈડ લેવાના કારણે બેશુધ્ધ થઈ જાય છે.

પડી જવાના બનાવ બને છે. ધૂણવાના કારણે માથાના ભાગે નીકળતી નસોને નુકશાન થતું હોય ક્યારેક અપંગતાને આમંત્રણ આપીએ છીએ. ધૂણવાના રાસમાં બાળાઓને ઓક્સિજન મળી રહે તેવી કોઈ વ્યવસ્થા હોતી નથી. બાળાઓના વાલીએ સજાગતા રાખી ધૂણવાના રાસથી દૂર રાખવું હિતાવહ છે. કેટલાક આયોજકોએ અનુભવના અંતે આ રાસ દુર ર્ક્યો છે.

વિશેષમાં એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ગરબીમાં ધૂણવાના રાસને કારણે લાંબાગાળે, ભવિષ્યમાં માનસિક રોગોમાં ડીસોસીએટીવ ડિસઓર્ડર, ઓબ્જેશન, હિસ્ટેરીયા, વગેરે દર્દોી સંભાવના રહે છે. દેશભરમાં નવરાત્રિ મહોત્સવ, શ્રદ્વા, ભક્તિ, આસ્થા, વિવિધતાથી માઁ અંબા માતાજીની પૂજા, અર્ચના, સ્થાનિક સંસ્કૃતિની રીતે ઉજવણી થાય તેના તરફ સૌને આદર હોય છે. ધૂણવાનો રાસ તો બંધ થવો જ જોઈએ.

જાથાના નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. 98રપર 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.