Abtak Media Google News

માધાપર ચોકડીથી શરૂ થયેલી યાત્રાનું શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન

15 કિલોમીટરથી વધારે લાંબી યાત્રાનું અલગ અલગ 30 સ્થળોએ જાજરમાન સ્વાગત: રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીને ફુલડે વધાવતા નગરજનો

રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની આજે રાજકોટ શહેરમાં જન આશિર્વાદ યાત્રા યોજાઈ હતી. માધાપર ચોકડીથી શરૂ થયેલી આ યાત્રાનું શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન થયું હતું. 15 કિ.મી.થી પણ વધારે લાંબી રૂટ ધરાવતી આ યાત્રાનું અલગ અલગ 30 સ્થળોએ જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીને નગરજનોએ ફૂલડે વધાવ્યા હતા. રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચે તેવા ઉમદા આશ્રય સાથે જન આશિર્વાદ યાત્રાનો લક્ષ્યાંક હોવાનું કેબીનેટ મંત્રીએ જણાવ્યું હતું.

રાજકોટમાં રાજયના શિક્ષ્ાણ વિભાગના કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની જન આશિર્વાદ યાત્રા માધાપર ચોકડી ખાતે ભવ્ય સ્વાગત સાથે પ્રારંભ થયો હતો. ઢોલ, શરણાઈ, બેન્ડની સુરાવલિઓ, ડી.જે. અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.

‘વંદે માતરમ’ અને  ભારત માતા કી જય ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. આ તકે કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ શહેર ભાજપ દ્વારા થયેલા ભવ્ય સ્વાગત બદલ કમલેશ મિરાણી તેમજ ટીમ ભાજપ તેમજ શહેરીજનોનો આભાર વ્યક્ત કરતા જણાવેલ કે કેન્દ્ર અને રાજયની ભાજપા સરકારની અનેક લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓ થકી દેશ વિકાસ તરફ આગેકૂચ કરી રહયો છે ત્યારે જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી ભાજપા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચે તે ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે.

ત્યારબાદ જન આશિર્વાદ યાત્રા અયોધ્યા ચોક ખાતે રમતગમત સેલ દ્વારા, શીતલ પાર્ક ચોક ખાતે વોર્ડ-ર દ્વારા, નાણાવટી ચોક ખાતે વોર્ડ-1 દ્વારા, રૈયા ચોકડી ખાતે વોર્ડ-9 તથા માલધારી સેલ દ્વારા, ત્રીમુર્તી બાલાજી મંદિર ખાતે જલારામ સેવા સમિતિ, ત્રીમુર્તી બાલાજી મંદીર પરીવાર તથા બ્રહમાકુમારી પરીવાર દ્વારા, 1પ0 ફુટ રીંગ રોડ,ઈન્દીરા સર્કલ ખાતે કલબ યુવી અને ગૌ સવંર્ધન સેલ દ્વારા, કે.કે.વી. સર્કલ ખાતે વોર્ડ-10 અને ડોકટર સેલ દ્વારા, નાનામવા ચોકડી ખાતે વોર્ડ-8 અને સાંસ્કૃતીક સેલ દ્વારા, બાલાજી સર્કલ ખાતે જય માડી ગ્રુપ દ્વારા,

ઓમનગર સર્કલ ખાતે વાટલીયા પ્રજાપતી સમાજ દ્વારા, આત્મીય ક્રેડીટ કો.ઓપ.હા. સોસા. ખાતે મંડળી દ્વારા, મવડી ચોકડી ખાતે વોર્ડ-1ર અને વ્યવસાયીક સેલ દ્વારા, રાજુભાઈ બોરીચાની ઓફીસ ખાતે વોર્ડ-11 દ્વારા, વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદીર ખાતે સહકાર ગ્રુપ અને બલદેવ ગ્રુપ દ્વારા, ફુલીયા હનુમાન મંદીર ખાતે વ્યાપાર સેલ દ્વારા, ખાદીભવન ચોક ખાતે સમન્વય ખાદી ભંડાર દ્વારા, સરોજીની નાયડુ સ્કુલ ચોક ખાતે ધ્વારકેશ ગ્રુપ  અને ધોળકીયા સ્કુલ દ્વારા, સ્વામી નારાયણ ચોક ખાતે વોર્ડ-13 અને આર્થિક સેલ દ્વારા, લોધેશ્ર્વર ચોક ખાતે સર્વોદય સ્કુલ,

પંચશીલ સ્કુલ, શ્રધ્ધા સ્કુલ દ્વારા, પીડીએમ કોલેજ ખાતે પીડીએમ કોલેજ પરીવાર દ્વારા, નારાયણ નગર આરોગ્ય કેન્દ્ર ખાતે વોર્ડ-18 દ્વારા, ત્રીશુલ ચોક ખાતે વોર્ડ-17 અને સાધુ-સંતો દ્વારા, જીવરાજ હોસ્પિટલ ચોક ખાતે જીવરાજ ગ્રુપ, સહકાર સેલ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા, જલારામ ચોક ખાતે વોર્ડ-14 દ્વારા, ભક્તિનગર સર્કલ ખાતે ધારેશ્ર્વર મહોત્સવ સમિતિ, ભક્તિનગર કો.ઓ.હા.સોસા.લી., ઉછરંગનગર કો.ઓ.હા.સો.લી., ધ્વારા,વર્ષા પાન ચોક પાસે બોલબાલા પરીવાર, બૌધ્ધિક સેલ દ્વારા,

કાન્તા સ્ત્રી વિકાસ ચોક ખાતે શિક્ષ્ાણ સેલ દ્વારા ,ઢેબર રોડ ખાતે દશા સોરઠીયા વણીક જ્ઞાતિ સમાજ મહાજન, માલવીયા વાડી દ્વારા, ભુતખાના ચોક ખાતે વોર્ડ-7 અને લીગલ સેલ દ્વારા, કાપડ મીલ પાસે કિશોરસિહજી મેઈન રોડ ખાતે લઘુમતી મોરચા દ્વારા, મઢુલી ચોક  ખાતે વીલ્સન ગ્રુપ, કરણપરા પ્રહલાદ પ્લોટ વેપારી એશોશીએશન દ્વારા અને અંતે  કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ કાર્યાલય પરીવાર દ્વારા ભવ્ય સ્વાગત થયા બાદ યાત્રાનું વાજતે-ગાજતે સમાપન થયેલ હતું.

ત્યારે આ જન આશિર્વાદ યાત્રાએ શહેરના વિવિધ વિસ્તારોમાં 1પ કી.મી. કરતા પણ વધારે  લાંબા કુલ 30થી પણ વધારે રૂટ પર ભ્યાતિભવ્ય સ્વાગત સાથે તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, સામાજીક-શૈક્ષ્ાણિક-સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ, શહેરીજનોનું અભિવાદન ઝીલ્યુ હતું. અને વિવિધ રૂટ પર જનસમુદાયે આશિર્વાદ સાથે જન આશિર્વાદ યાત્રા ને ફુલડે વધાવી હતી. આ યાત્રામાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રમુખ, પ્રભારી, મહામંત્રીઓ, કોર્પોરેટરો, વિવિધ મોરચા અને વિવિધ સેલના પ્રમુખ-મહામંત્રીઓ, સંયોજકો સહીત તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ રૂટ પર ખડે પગે રહી વ્યવસ્થા જાળવી હતી.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, ડે. મેયર, ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષ્ા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સહીતના અગ્રણીઓ દ્વારા કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું.

રાજકોટ અને ભાવનગરના વિકાસકામોને જેટ ગતિએ  આગળ વધારીશ: જીતુભાઇ વાઘણી

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ  દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે,તમામ મંત્રીઓ તેમના મત વિસ્તારમાં જઈ જનતાના  આશીર્વાદ લેવા જે અંતર્ગત આજે રાજકોટ શહેરમાં જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી.તેમ કેબિનેટ મંત્રી જીતુભાઇ વઘાણીએ જણાવ્યું હતું.તેઓએ ઉમેર્યું હતું કે,ભારતીય જનતા પાર્ટી  લોકોની વચ્ચે રહી અને લોકોને કાર્યો કરે છે. જનતાના આશીર્વાદ અમને છેલ્લા ર6 વર્ષથી મળી રહ્યા છે.અમને ભરોસો છે કે જનતાના આશીર્વાદ અમને ર0રર માં પણ મળશે લોકોની સેવા કરવા માટેના આશીર્વાદ મળશે. આજે રાજકોટમાં મુકામે જન આશીર્વાદ યાત્રા અમે યોજી છે.

આવતીકાલે ભાવનગર ખાતે પણ જન આશીર્વાદ યાત્રા યોજવાની છે. ભારતીય જનતા પાર્ટીના રાજકોટના સાંસદ, ધારાસભ્યો, મેયર પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ સભ્યો ઉત્સાહભેર જન આશીર્વાદ માં જોડાયા છે.વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અને રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વપ્નના ભારત અને ગુજરાતને સમૃદ્ધ બનાવવા એ તરફના કાર્યમાં અમે સૌ કામ કરી રહ્યા છીએ. ત્યારે ર0રરમાં ભારતીય જનતા પાર્ટીને ફરી લોકો આશીર્વાદ આપશે તે મને ખાતરી છે. મેં મારા મંત્રીમંડળ વિભાગમાં નક્કી કર્યું છે રાજકોટના કેટલાક જે સરકારી કામો ના પ્રશ્નો છે વિકાસના કામો છે એના

માટે અમારી ઓફિસની અંદર એક અધિકારીની નિમણૂક માત્ર રાજકોટ શહેર જિલ્લાના કામ માટે કરવામાં આવશે તેમજ ભાવનગર શહેર-જિલ્લાના કામ માટે એક અધિકારી ની નિમણૂક કરવામાં આવશે આ પ્રકારનું કાર્ય આગામી દિવસોમાં મારી ઓફિસથી શરૂ કરવામાં આવશે એ કામો ની યાદી મારી પાસે કરવામાં આવશે અને રાજકોટ અને ભાવનગરના  વિકાસ કામોને જેટ ગતિમાં આગળ વધારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.