Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરમાં બંગડી બજારમાં આવેલી હેન્ડી ક્રાફ્ટની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે બની છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ અંગે મળતી માહિતી મુજબ, રાત્રીના બંગડી બજાર સ્થિત ઓમ હેન્ડી ક્રાફ્ટ નામની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી લાગેલ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરવિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.હેન્ડી ક્રાફટની દુકાનમાં રાખવામાં આવેલા ભગવાનના વાઘા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.