Abtak Media Google News

આજથી આચાર સહિતા લાગુ

તાલુકાના પ3 ગામોમાંથી બે નગરોને બાદ કરતા પ1 ગામોમાંથી ઢાંક અને ચારેલીયા તે બાદ કરતા 49 ગ્રામ પંચાયતોની ચુંટણીનું જાહેરનામું બહાર પડતા આજથી આચાર સહિતા લાગુ પડી છે જાહેર થયેલી ગ્રામ પંચાયતની ચુંટણીમાં વડાવી વોર્ડ નં. 8 ની પેટા ચુંટણીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

આગામી 2022માં રાજયમાં ધારસભાની ચુંટણી યોજાનાર છે તે પૂર્વે તાલુકાની 49 ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઇ રહી છે મોટે ભાગે ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઇ રહી છે મોટેભાગે ગ્રામ પંચાયતોની ચુંટણી પક્ષીય ધોરણે લડાતી નથી પણ આ પંચાયતોની ચુંટણીના પરિણામો પરથી ધારાસભાની શીટના પરિણામો મોટાભાગના રાજકીય પક્ષોને અપેક્ષા  હોય છે.

પાંચ વર્ષ પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં તાલુકાની મોટાભાગની ચુંટણીઓ સમરસ જાહેર થઇ હતી. આને કારણે ગ્રામ પંથકમાં ભાઇચારાની ભાવના અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો લાભ પણ મોટા પ્રમાણ થયો હતો. ગ્રામ પંચાયતોની ચુંટણીમાં મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારના સ્થાનીક લોકો તેમજ એક જ કુટુંબના સભ્યો સામે સામે લડવાથી નાના મોટા ધસણ થવાના બનાવો બને છે પણે જો ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જાગૃતિ આવે અને ચુંટણી સમરસ થાય તો ગ્રામને મોટો ફાયદો થાય અને ભાઇ ચારાની ભાવના વધે તેવું મોટાભાગના લોકો ઇચ્છી રહ્યા છે.

આ અંગે સમગ્ર ચુંટણીની જવાબદારી જેમની છે તેવા ચુંટણી મોનીટરીંગ અને મામલતદાર ગોવિંદસિંહ મહાવદીયાએ જણાવેલ કે આજથી આચાર સહિતના અમલ સાથે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 4 ડીસેમ્બર મતદાન 19  ડીસેમ્બરે અને મતગણતરી ર1 ડીસેમ્બરે થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.