Abtak Media Google News

વડાપ્રધાન અને  પૂર્વ મુખ્યમંત્રી વચ્ચેની  મૂલાકાત માત્ર ઔપચારિક ન હોવાની  ચર્ચા: આગામી દિવસોમાં વિજયભાઈન રાષ્ટ્રીય સંગઠનમાં કોઈ જવાબદારી સોંપાઈ તેવી પ્રબળ સંભાવના

વડાપ્રધાન સાથે મૂલાકાતસ્ત્રો ફોટો સોશિયલ મીડિયા પર મૂકી વિજયભાઈએ વિરોધીઓને  નમાપથમાં રહેવા ઈશારો પણ કરી દીધો !

 

અબતક,રાજકોટ

ગુજરાતના  મુખ્યમંત્રી પદેથી રાજીના મું આપ્યાના  ત્રણ માસ પછી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની  ઓચિંતી મૂલાકાત લેતા હવે નવા જ સમીકરણો સર્જાવા લાગ્યા છે. સંગઠનના માણસ ગણાતા વિજયભાઈને  આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તર કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો પણ શરૂ થઈ જવા પામી છે. હાલ ભલે આ મૂલાકાતને  ઔપચારિક કે શુભેચ્છા ગણાવામાં આવતી હોય પરંતુ રાજકીય પંડિતોના  મતાસ્ત્રુંસાર આગામી દિવસોમાં વિજયભાઈને  તેઓના  કદ મુજબ જવાબદારી સોંપવામા આવે તેવી પ્રબળ સંભાવના  જણાય રહી છે.

ગત 11મી સપ્ટેમ્બરના  રોજ ગુજરાતના  મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીએ ઓચિંતું રાજીના મું આપી દેશ આખાને  આંચકો આપ્યો હતો. રાજીના મું આપ્યા બાદ તેઓએ આપેલા સ્ત્રિવેદનમાં જણાવ્યું હતુ કે, પક્ષ દ્વારા હવે સંગઠનમાં મને  કોઈપણ જવાબદારી સોંપવામાં આવે તે સ્ત્રિભાવવા માટે હું તૈયાર છું દરમિયાન મુખ્યમંત્રી પદ છોડયાના  અંદાજે ત્રણ મહિના બાદ અચાનક તેઓએ રાજધાની  નવીદિલ્હીની  મૂલાકાત લીધી હતી અને  ત્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની  શુભેચ્છા મૂલાકાત લીધી હતી આ મૂલાકાતને  ભાજપ દ્વારા ભલે માત્રને  માત્ર ઔપચારિક માનવામાં આવી રહી હોય પરંતુ સાવ એવું નથી. આવતા વર્ષ દેશના  સૌથી મોટા એવા રાજય ઉત્તર પ્રદેશ સહિત છ રાજયસ્ત્રો વિધાનસભાની  ચૂંટણી યોજાવાની  છે. જેમાં વિજયભાઈને  કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે તેવી અંદર ખાને  ચર્ચાઓ પણ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખની ય છે કે વિજયભાઈ રૂપાણીને  સંગઠનના  માણસ જ માનવામાં આવે છે.તેઓ બે ટર્મ પ્રદેશ ભાજપના મહામંત્રી અને  એકવાર પ્રદેશ ભાજપ પ્રમુખ પદે પણ રહી ચૂકયા છે. ગુજરાત ખાસ કરીને  સૌરાષ્ટ્રના  રાજકારણની  નસેનસથી તેઓ સારી પેઠે વાકેફ છે. વિધાનસભાની  સૌરાષ્ટ્રની  પર બેઠકો પર જો ભાજપે જીત હાંસલ કરવી હોય તો વિજયભાઈ જેવા અસ્ત્રુભવીને  આગળ કરવા ભાજપ માટે જરૂરી છે. તેઓ હંમેશા પક્ષને  સમર્પીત રહ્યા છે.

વિજયભાઈ ગઈકાલે તેઓ અચાનક દિલ્હી દોડી ગયા હતા અને  ત્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મૂલાકાત પણ કરી હતી. બંને  નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક પણ યોજાઈ હોવાસ્ત્રું પણ ચર્ચાય રહ્યું છે. આગામી દિવસોમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા વિજયભાઈને  તેઓના  કદ મુજબ જવાબદારી સોંપવામાં આવે તેવી પ્રબળ સંભાવના  જણાય રહી છે.મુખ્યમંત્રી પદેથી રાજીના મું આપ્યા બાદ વિજયભાઈ રૂપાણીસ્ત્રું હરિફ અને  વિરોધી જૂથ થોડુ તાકાત સાથે ઉભરી આવ્યું હતુ જોકે વડાપ્રધાન સાથેની  મૂલાકાત બાદ ખૂદ વિજયભાઈએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટાથી વિરોધીઓને  માપમાં રહેવાસ્ત્રો આડકતરો ઈશારો કરી દીધો હોવાસ્ત્રું પણ મના ઈ રહ્યું છે. તેઓ ગુજરાતમાં પ્રથમ પંકિતના  નેતા છે.તેમને  ઝડપથી સાઈડ લાઈન કરી શકાય તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વચ્ચેની  ગઈકાલની  મૂલાકાત ને ભલે હાલ શુભેચ્છા મૂલાકાત ગણાવવામાં આવતી હોઈ પણ આ મૂલાકાત સાવ ઔપચારિક ન હોવાનદું પણ અંદરખાને  ચર્ચાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.