Abtak Media Google News

નર્મદાના પાણી અને વીજ મીટર સહિતના મુદે ભચાઉ ખાતે ભારતીય કિસાન સંઘની બેઠક મળી

 

અબતક, રામદેવ સાધુ

ભચાઉ

 

આહીર સમાજવાડી ભચાઉ મધ્યે હાલના ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવાકે નર્મદાનું પાણી, વિજમીટર, વિજ થાંભલાઓ, ચાલુ વર્ષે પાક નુકસાની, અભ્યારણ વગેરે બાબતે આગળની લડતની ચર્ચા વિચારણા કરવા બેઠક મળી હતી.

જેમાં કચ્છ જીલાને વધારાના 1મિલિયન ફૂટ પાણીની વહીવટી મંજૂરી મળે તો કચ્છનો કોઈ ગામનો કોઈ ખેતર નર્મદાના પાણી વગર નહિ રહે માટે એ કામ ઝડપી થાય તે માટે જીલા મહામંત્રી ભીમજીભાઈ કેરાસિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો કે દરેક ખેડૂત અને ગામડાઓ જાગે અને આગામી 22 તારીખે કચ્છ જિલ્લાના દરેક ગામમાં નર્મદા મૈયાની આરતી ઉતારવામાં આવશે, ત્યાર બાદ આગામી 3 જાન્યુઆરી 2022ના તાલુકાની મામલતદર કચેરી મધ્યે ધરણાં કરવામાં આવશે આટલું કરતા જો સરકારની આંખ નહિ ઉઘડે તો જીલા મથકે ખેડૂતો ધરણાં પર બેસશે તેમ નીર્ધાર ખેડૂતોએ કર્યો છે. આ ઉપરાંત હાલમાં જે વાડી વિસ્તારમાં વીજ કનેકશન માં મીટર પ્રથા છે, તે ખેડૂતોને પીડાદાયક છે કેમકે જયરે મીટર બળી જાય ત્યારે તે સમયસર બદલતા નહિ અને પાકમાં પિયતમાં તકલીફ થાય છે, માટે તે મીટર દૂર કરી ફિક્સમાં સમાવેશ કરવમાં આવે એ માટે જીલા ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા દ્વારા કહેવામાં આવ્યું કે દરેક ગામડે તેના ફોર્મ ભરીને આગામી 26 તારીખે જે તે સબ ડિવિઝન પીજીવીસીએલ પર જમા કરવામાં આવશે. ત્યાંથી જો યોગ્ય કાર્યવાહી નહિ થાય, તો આગળના કાર્યક્રમો નક્કી થશે.

ચાલુ વર્ષે શરૂઆતમાં અનાવૃષ્ટિ, બાદમાં સતત વરસાદ પડ્યો અને બાદમાં માવઠાથી નુકસાન થયો. ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં હજી માત્ર સર્વેના નાટક કરી, આજ દિન સુધી ગુજરાતના અન્ય 13 જિલ્લાઓને સહાય જાહેર કરી છે પણ કચ્છને બાકાત રાખ્યો છે, ત્યારે ખેડૂતો એકમાત્ર પ્રશ્ન કરી રહ્યાં છે કે, આપણા રાજકીય લોકો અને ખેતીવાડી અધિકારીઓની ચાલ જ છે કે કચ્છના ખેડૂતોને ન્યાય નથી મળ્યો.

અત્રે ભારતીય કિસાન સંઘ જીલા ટીમમાંથી ભીમજીભાઈ કેરાસિયા, રામજીભાઈ છાંગા, ભચાભાઈ માતા, ભચાઉ તાલુકા ટીમના પ્રમુખ ડાયાભાઇ ચાવડા, મંત્રી રાજેશભાઇ ઢીલા, ઉપપ્રમુખ વશરામભાઈ, જયપાલસિંહ, ભીમજીભાઈ, ગોપાલભાઈ, સહમંત્રી દામજીભાઈ, કોસાધ્ય લાલજીભાઈ, જયરામભાઈ અને તાલુકાભરના 17 ગ્રામ સમિતિના સભ્યો, અન્ય ખેડૂત ભાઈ- બહેનો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.