Abtak Media Google News

શહેરીજનોએ ઝુંબા અને એરોબીકલ પર પરસેવો પાડયો: રૂતુ ભોજાણી 30 દિવસ કસરત કરાવશે

 

રીપોર્ટર:- તેજસ રાઠોડ
તસ્વીર:- શુભ આશીયાણી

અબતક, રાજકોટ

 

પ્લેકસેસ કાર્ડયાક કેર ખાતે ફીટનેશ કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 30 દિવસય છે. જેમાં રૂતુ ભોજાણી દ્વારા તમામ લોકોને ગીત પર કસરત કરાવવામાં આવે છે. અને લોકો પણ આ આયોજનનો લાભ માણે છે. દરરોજ 30 મીનીટ કસરત કરાવથી શરીર નિરોગી રહે અને રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તેવું ડો. દિનેશ રાજએ જણાવ્યું હતું અને વધુમાં વધુ લોકો આ આયોજનના લાભ લ્યે તેવી અપીલ કરવામાં આવી હતી.

 

ફીટનેશ કાર્નીગલના આયોજનમાં આર.એમ.સી.નો મહત્વપૂર્ણ ફાળો રહ્યો: ડો. અમીત રાજ

ફીટનેશ કાર્નીવલનું આયોજન પ્લેકસેસ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં આર.એમ.સી. નો ઘણો બધો ફાળો રહ્યો છે. સપોર્ટ માટે આ કાનીવલને એક અઠવાડીયુ થયું છે. લોકોનો ખુબ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. તેમજ આ આયોજન 30 દિવસનું છે લોકોને વિનંતી કે આ ફીટનેસ કાનીવલમાં જોડાય અને ફીટનેસના આયોજનને માણે

30 મીનીટ દરરોજ કસરત કરવાથી શરીરમાં અનેક લાભ: ડો. દિનેશ રાજ

કસરત કરવાથી બ્લડ પ્રેસર થવાની શકયતા ઓછી રહે છે. અને ડાયાબીટીસ, સુગર ક્ધટ્રોલમાં રહે છે. આ બધી વસ્તુ ક્ધટ્રોલમાં રહેશે તો હાર્ટ એટેકની સંભાવના ઓછી રહે છે. તો એક ડોકટર ખાતે મારી લોકોને અપીલ છે કે દરરોજ કસરત કરે ઓછામાં ઓછી 30 મીનીટ સુધી તથા કસરતના ઘણા બધા ફાયદા
પણ છે.

ફીટનેસની અવેરનેસ ફેલાવવા આયોજન કરાયું: રૂતુ ભોજાણી

પ્લેકસેસ કાડિયાક કેર દ્વારા ફિટનેશ કાનીવલનું આયોજન કરવામાં આવ્યું છે. ફીટનેશને ખુબ મહત્વ આપવામાં આવી છે. પ્લેકસેસ દ્વારા અને લોકોમાં ફીટનેસની અવેરનેસ ફેલાવવા આ આયોજન કરવામાં આવ્યું છે. ફીટનેસ માટે લોકો કોઇપણ કસરત કરી શકે છે. જેમ કે ઝુંબા, સ્ટ્રેન્થ ટ્રેનીંગ, વોકીંગ આ બધી વસ્તુથી તમારી જીવનશૈલી હેલ્થી રહેશે. આ આયોજન એક મહીનાનું છે આ આયોજન રેસકોર્ષમાં આર્ટ ગેલેરીમાં 7 થી 8.30 સુધી લોકો આને માણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.