Abtak Media Google News

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર મા આવેલા સજોઈ ગામના રહીશોને આઝાદીના સાત સાત દાયકાઓ વિતવા છતાં પણ પીવાના પાણી જેવી પ્રાથમિક પ્રાથમિક સુવિધાઓનો માટે પણ વલખા મારી રહ્યા છે, સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશોએ જાતે કોતરમા ખાડો ખોદી બિન આરોગ્યપદ દુષિત પાણી પીવા મજબુર બન્યા છે.

Screenshot 14 3

આજે ગુજરાત વિકાસ ની હરણ ફાળ તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે છેવાડા ના માનવી સુધી કેવો વિકાસ પંહોચ્યો છે એ અમે તમને બતાવીશુ. ત્યારે હજી શિયાળાની શરૂઆત ની સાથે જ ગુજરાત ના અંતરીયાળ ગામોમા પિવાના પાણીનુ સંકટ તોળાય રહ્યુ છે. ત્યારે આદિવાસી તરીકે પછાત ગણાતા જીલ્લા દાહોદમાં શિયાળાની શરૃઆત મા જ પિવાના પાણી સમસ્યા પડી રહી છે, દાહોદ જીલ્લા ના ધાનપુર તાલુકા ના સજોઈ ગામે આ ગામ અંતરિયાળ વિસ્તાર મા આવેલુ ગામ છે.

Screenshot 11 15

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાયાની માળખાકીય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે લોકોને રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના પણ લાગુ કરી છે તેમ છતાં પણ આઝાદીના સાત સાત દાયકા વિતવા છતાં પણ ધાનપુર તાલુકાનુ અંતરિયાળ વિસ્તાર મા આવેલુ સજોઈ ગામના મોટાભાગના લોકો આવી સરકારની યોજનાઓથી વંચિત રહી ગયા છે.

Screenshot 12 12

ધાનપુર તાલુકામાં આવેલા સજોઇ ગામે પટેલ ફળિયામાં લોકોને પીવાની તથા વાપરવાના પાણીની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે સજોઈ ગામના પટેલ ફળિયામાં બોર કે કોઈ કુવાની સુવિધાઓ ન હોવાથી લોકોને વાપરવા માટે તથા પશુઓને પીવડાવવા માટે પાણીની ખુબજ તંગી પડતી હોવાથી ખેતરોમાંથી પસાર થતાં કોતરની બાજુમાં પોતે શ્રમદાનથી એક ખાડો ખોદ્યો છે અને આ ખાડામાંથી તેઓ પોતે પીવા માટે તેમજ પશુઓને પીવડાવવા માટે તેમજ વાપરવા માટેના પાણીનો ઉપયોગ કરે છે, કોતરમા ખોદેલ ખાડાનુ ગંદુ પાણી પીવાથી બાળકો વારંવાર બિમાર પડે છે જેને લઇ ને સ્થાનિક લોકો પરેશાન છે.

Screenshot 13 4

શિયાળો પૂરો થતાં જ ઉનાળાની શરૂઆતમાંજ કોતર મા ખોદેલ ખાડા મા પાણી સુકાઈ જવાના કારણે પાણી માટે વિકટ સ્થિતિ સર્જાય છે, જેને લઈને સ્થાનિક લોકો ચિંતાતુર છે, ઉનાળા મા તો સજોઇ ગામે પટેલ ફળિયામાં તો રહીશોને પીવાનું પાણી લેવા માટે ૫ કિલોમીટર સુધી દૂર જવું પડે છે, સજોઈ ગામના પટેલ ફળિયાના રહીશોએ પોતાના ફળિયામાં કુવાની તથા બોરની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે તેવી તંત્ર અને રાજકીય નેતાઓના વારંવાર કરવા છતા આ ગરીબોની કોઈ જ દરકાર લેવામા આવતી નથી, સ્થાનિક રહીશોની રજૂઆતો નેતાઓના બહેરા કાને સંભાળાતી જ નથી, જેને લઇને રહીશોમાં નેતાઓ અને વહીવટીતંત્ર સામે રોષની લાગણી પણ જોવા મળી રહી છે, આ વિસ્તારના લોકો ને સત્વરે પીવાના પાણીની સુવિધા માટે બોર કે કુવાની સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

સરકાર દ્વારા ગામે ગામ પીવાનુ  પાણી મળી રહે તે અર્થે ગ્રામીણ વિસ્તારો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે, પરંતુ દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લાઓમા યોજનાઓ માત્ર કાગળ ઉપર જ ચાલતી હોવાનો સ્થાનિકો જણાવી રહ્યા છે.

ધાનપુર તાલુકાના મોટાભાગના ગામોમા વહીવટીતંત્ર ની બેદરકારીને કારણે પીવાના પાણીની યોજનાઓ જમીન ઉપર લાગુ થતુ નથી, ત્યારે સરકાર દ્વારા આ ગામમા પીવાના પાણી માટે કોઈ યોજના હેઠળ લોકોને પીવાનુ પાણી આપે તો જ કાયમી નીકાલ આવી શકે તેમ છે. ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે તે અને સજોઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓનુ ક્યારે કરે છે તે જોવાનુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.